Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષ્ણનગરમાં મકાનમાંથી રૂ.24 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો:SOGએ દરોડો પાડી યુવકની ધરપકડ કરી, સપ્લાયર બન્ની ભાટિયા ફરાર

    16 hours ago

    અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી એસઓજી ટીમે રૂ.23.52 લાખની કિંમતના 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રાહુલ ગાડે નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અમદાવાદના જ બન્ની ભાટિયા નામના શખસ પાસેથી ગાંજો લાવીને ઘરમાં છૂટક વેચાણ માટે રાખતો હતો. પોલીસે કુલ રૂ.45.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. SOGએ દરોડો પાડતા યુવક ઘરમાં જ હાજર હતો કૃષ્ણનગર સ્થિત જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમી SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી રાહુલ ગાડેની અટકાયત કરી હતી. ઘરની તલાશી લેતાં રૂ.23.52 લાખનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સિવાયના અન્ય સાધનો મળી કુલ રૂ.45.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચાંડોળા તળાવ પાસેથી પણ ગાંજા સાથે એક પકડાયો બીજા એક બનાવમાં, ઇસનપુર પોલીસે ચાંડોળા તળાવ પાસેથી રૂ.6 હજારની કિંમતના 124 ગ્રામ ગાંજા સાથે ફૈઝાન શેખ નામના યુવકની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આ જથ્થો શાહ આલમના શૌકત હુસેન પાસેથી લાવ્યો હોવાનો ખુલાસો થતાં પોલીસે ફરાર શૌકત વિરુદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વાડી વિસ્તારોમાં તસ્કરોનો હાથફેરો:પરિવાર ઉપરના માળે સૂતો રહ્યો અને ચોરો ત્રાટક્યા, બંધ રૂમનું તાળું તોડી ₹1.98 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી
    Next Article
    હિંમતનગર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:પાલિકા પ્રમુખે ધ્વજવંદન કર્યું, ખેડ તસિયા રોડને આઇકોનિક બનાવવાની જાહેરાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment