Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:પાલિકા પ્રમુખે ધ્વજવંદન કર્યું, ખેડ તસિયા રોડને આઇકોનિક બનાવવાની જાહેરાત કરી

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખે ધ્વજવંદન કરાવ્યું હતું અને ખેડ તસિયા રોડને આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરી હતી. હિંમતનગર નગરસેવા સદન ખાતે શનિવારે આ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. નગરના પ્રથમ નાગરિક અને પાલિકાના પ્રમુખ અરુણાબેન કડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. પ્રમુખ અરુણાબેન કડીયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, નગરના વિકાસને વધુ વેગ આપવા માટે ખેડ તસિયા રોડને આઈકોનિક રોડ બનાવવામાં આવશે. તેમણે હિંમતનગર શહેરના સુવ્યવસ્થિત આયોજન, આધુનિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વધુ લોકહિતલક્ષી કાર્યો હાથ ધરવા અંગે માર્ગદર્શન અને આયોજનની વાત કરી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલ, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, વિપક્ષના નેતા ઇમરાન અલજીવાલા, વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્યો, પાલિકાના વિવિધ વિભાગના વડા, કર્મચારીઓ અને ફાયર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નનાનપુર શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામની પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. અધ્યક્ષ ભીખાજી કાનાજી ચૌહાણે ધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય હિતેશભાઈ અને શાળાના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, ભૂતપૂર્વ સરપંચ, ડેપ્યુટી સરપંચ અને નિવૃત્ત શિક્ષકો પણ હાજર રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. હવે જુઓ હિંમતનગર નગરપાલિકા ખાતે આયોજીત કાર્યક્રમની તસવીરો….
    Click here to Read More
    Previous Article
    કૃષ્ણનગરમાં મકાનમાંથી રૂ.24 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો:SOGએ દરોડો પાડી યુવકની ધરપકડ કરી, સપ્લાયર બન્ની ભાટિયા ફરાર
    Next Article
    વડોદરામાં નાયબ મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન:હર્ષ સંઘવીએ કહ્યું- ગુજરાત સૌથી વધુ ડ્રગ્સ પકડવા વાળું રાજ્ય બનશે, 5 વર્ષમાં 75 વિદેશી નાગરિકોને જેલહવાલે કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment