Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદાના ઝરણાવાડી ગામેથી ₹18.75 લાખનો ગાંજો ઝડપાયો:SOU પોલીસે ખેતરમાંથી એક ફૂટથી સાડા સાત ફૂટની ઊંચાઈના કુલ 357 છોડ જપ્ત કર્યા

    3 days ago

    નર્મદા જિલ્લામાં યુવાધનને નશાથી બચાવવા અને માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી કરી છે. એકતાનગર પોલીસે ઝરણાવાડી ગામેથી ₹18.75 લાખનો સૂકો અને લીલો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 37.5 કિલો ગાંજો પકડાયો હતો. નર્મદા પોલીસ અધિક્ષકની સૂચનાથી એકતાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગઢવી અને તેમની ટીમને ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી. બાતમી મુજબ, ઝરવાણી ગામના પીપળી ખેતર ફળિયામાં રહેતો ગેલાભાઈ ભંગડાભાઈ તડવી પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો અને તેની પાસે સૂકો ગાંજો પણ હતો. આ બાતમીના આધારે એકતાનગર પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ગેલાભાઈ તડવીના કબજા ભોગવટાના મકાનમાંથી 5 કિલો સૂકો ગાંજો મળી આવ્યો હતો. આ સૂકા ગાંજાની બજાર કિંમત ₹2.50 લાખ આંકવામાં આવી છે. વધુ તપાસ કરતા, પોલીસને ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. એક ફૂટથી સાડા સાત ફૂટ સુધીની ઊંચાઈના કુલ 357 નાના-મોટા છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ લીલા ગાંજાનું કુલ વજન 32 કિલો 500 ગ્રામ હતું, જેની કિંમત ₹16.25 લાખ થાય છે. આમ, પોલીસે કુલ 37 કિલો 500 ગ્રામ માદક પદાર્થ ગાંજો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત ₹18.75 લાખ થાય છે. SOU સલામતી પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારની NDPS બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાસમાં યુવાનોને સંદેશ:દેખાદેખી છોડી ગૌરવથી જીવો: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    નકલી CCC સર્ટિફિકેટના મેળવનારા 14 શિક્ષકો સામે કડક કાર્યવાહી:જૂનાગઢ જિલ્લામાં 14 શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, ઉચ્ચતર પગાર રદ કરી ઇન્ક્રીમેન્ટ રોકવા સહિત નાણાંની રિકવરીનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment