Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણમાસમાં યુવાનોને સંદેશ:દેખાદેખી છોડી ગૌરવથી જીવો: સાધુ પ્રેમવત્સલદાસજી

    3 days ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ પવિત્ર શ્રાવણમાસ નિમિત્તે યુવાનોને મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે 'દેખાદેખી છોડી ગૌરવથી જીવવા' પર ભાર મૂક્યો હતો. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, આજના યુવાનોમાં 'ફોમો' (FOMO - Fear Of Missing Out) નામનો એક મોટો માનસિક રોગ જોવા મળે છે. આ ડરને કારણે યુવાનોને લાગે છે કે જો તેઓ અમુક ટ્રેન્ડને અનુસરશે નહીં તો તેઓ પાછળ રહી જશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, "બધા નવો આઈફોન લે છે, મારે લેવો પડશે...બધા મોડી રાત્રે ક્લબમાં જાય છે, હું નહીં જાઉં તો આઉટડેટેડ લાગીશ." આ પ્રકારના ડરને કારણે યુવાનો દેખાદેખીમાં આવીને ખોટા ખર્ચા કરે છે અથવા ખોટા રસ્તે વળી જાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને સમજાવ્યું કે, ઘેટાં-બકરા ટોળામાં ચાલે છે, પરંતુ જંગલનો રાજા સિંહ હંમેશા પોતાના ઠાઠમાં એકલો જ ચાલે છે. દરેક ટ્રેન્ડની પાછળ અંધ થઈને દોડવું એ એક પ્રકારની માનસિક ગુલામી છે. તેમણે સનાતન સંસ્કૃતિના 'જોમો' (JOMO - Joy Of Missing Out) સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો. આનો અર્થ છે કે નકામી વસ્તુઓ છૂટી જવાનો આનંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે, જેને ભગવાનના સ્વરૂપનો કેફ અને સંતોષ હોય, તેને દુનિયાના કોઈ પદાર્થ કે વૈભવની આશા રહેતી નથી. જ્યારે આપણી પાસે આવા સર્વોપરી ભગવાન હોય, ત્યારે આપણે કોઈ બજારુ ટ્રેન્ડના મોહતાજ બનવાની જરૂર નથી. તેમણે અંતમાં યુવાનોને યાદ અપાવ્યું કે ટ્રેન્ડ દર અઠવાડિયે બદલાશે, પરંતુ આપણા સંસ્કાર અને ચારિત્ર્ય કાયમી હોવા જોઈએ. ભીડનો હિસ્સો બનવાને બદલે, પોતાની આગવી ઓળખ બનાવો. દેખાદેખી છોડીને ગૌરવથી જીવન જીવો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગટર સમસ્યા: વૈકલ્પિક પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ:10 દિવસમાં નવી પાઇપલાઇન સાથે સ્ટેશન કાર્યરત થશે
    Next Article
    નર્મદાના ઝરણાવાડી ગામેથી ₹18.75 લાખનો ગાંજો ઝડપાયો:SOU પોલીસે ખેતરમાંથી એક ફૂટથી સાડા સાત ફૂટની ઊંચાઈના કુલ 357 છોડ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment