Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સાવરની પાળ દબાણમુક્ત કરાઈ, ડ્રોન વીડિયો:10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટ થશે, નગરજનોને ફરવા નવું સ્થળ મળશે

    1 day ago

    મોરબીના પંચાસર રોડ પર સાવરની પાળ પાસેથી ગઇકાલે દબાણ હટાવાયું. 25 હજાર સ્ક્વેર મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ. આજે ત્યાંથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ગાર્ડન શાખાના ચેરમેન અલ્પબેન કંઝારીયાએ જણાવ્યું કે, આ જગ્યા પર 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન અને લેક ડેવલોપમેન્ટ કરાશે. મહાપાલિકાએ 187 આસામીઓને નોટિસ આપી હતી. લોકોએ ઘર ખાલી કર્યા, પણ બાંધકામ તોડ્યા ન હતા. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી કામગીરીમાં 4 હિટાચી, 10 જેસીબી અને 10 ટ્રેક્ટર કામે લગાડાયા. મોડી રાત સુધીમાં 250 થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા. 80 કરોડની બજાર કિંમતની જમીન ખાલી કરાઈ. સિટી ઇજનેર હિતેશભાઈ આદ્રોજાએ માહિતી આપી કે, બ્યુટીફીકેશન અને લેક ડેવલપમેન્ટનું કામ ઝડપથી શરૂ થશે. ડી.પી.આર. બની રહ્યો છે. મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયાથી કામ અપાશે. આ પ્રોજેક્ટથી મોરબીના લોકોને હરવા ફરવા માટે એક ઉત્તમ સ્થળ મળશે.
    Click here to Read More
    Previous Article
    ઉધના-અઠવા વિજ્ઞાન મેળામાં 55 શાળાઓના બાળકોએ કૃતિઓ રજૂ કરી:ધારાસભ્ય મનુભાઈ પટેલ અને ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર હાજર રહ્યા
    Next Article
    Pavagadh Temple Akhand Jyot Distribution | પાવાગઢમાં આસો નવરાત્રી પહેલાં જ્યોત લેવા ઉમટ્યા ભક્તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment