Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી CCC સર્ટિફિકેટના મેળવનારા 14 શિક્ષકો સામે કડક કાર્યવાહી:જૂનાગઢ જિલ્લામાં 14 શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ બોગસ નીકળ્યા, ઉચ્ચતર પગાર રદ કરી ઇન્ક્રીમેન્ટ રોકવા સહિત નાણાંની રિકવરીનો આદેશ

    3 days ago

    ​ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક કૌભાંડીઓ સરકાર અને શિક્ષણ વિભાગના નિયમોને પણ પડકાર ફેંકી રહ્યા છે. અગાઉ જુનાગઢ શહેરમાં ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાં દર્શન મેસવાણિયા જે સ્કોલરશિપ કૌભાંડ આચરિયું છે જેમાં હજુ તો તપાસ પૂરી થઈ નથી. ત્યાં હવે જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા બોગસ અને નકલી સીસીસી સર્ટિફિકેટ રજૂ કરીને સરકાર પાસેથી ઉચ્ચતર પગાર ધોરણ મેળવી લીધા હોવાનો મોટો ખુલાસો થયો છે. શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે સરકારે શિક્ષકો માટે સીસીસી પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી છે, પરંતુ આ નિયમની આડમાં આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ​જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાંથી અલગ-અલગ શાળાઓના શિક્ષકો દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે દરખાસ્તો મોકલવામાં આવી હતી. આ દરખાસ્તો સાથે રજૂ કરવામાં આવેલા સીસીસી સર્ટિફિકેટની વિભાગ દ્વારા જ્યારે ઊંડાણપૂર્વક ચકાસણી અને ખરાઈ કરવામાં આવી, ત્યારે 14 જેટલા શિક્ષકોના સર્ટિફિકેટ નકલી અને બોગસ હોવાનું માલૂમ પડ્યું હતું. આ શિક્ષકોએ આર્થિક લેવડ-દેવડ કરીને ગેરકાયદેસર રીતે સર્ટિફિકેટ મેળવ્યા હતા અને તેને સાચા તરીકે રજૂ કરી સરકારી તિજોરીમાંથી નાણાકીય લાભો મેળવીને વિશ્વાસઘાત કર્યો હતો. ​આ સમગ્ર મામલે જૂનાગઢના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં નવ તાલુકાઓમાંથી જ્યારે શિક્ષકોએ ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે દરખાસ્તો કરી હતી, ત્યારે તે સમયે તપાસ દરમિયાન 14 શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ ખોટા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ તમામ 14 શિક્ષકો સામે તુરંત નિયમાનુસાર ખાતાકીય તપાસ બેસાડવામાં આવી હતી. ​લતાબેન ઉપાધ્યાયે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે અને દોષિત ઠરેલા શિક્ષકોને ખાતાકીય રાહે સજા પણ કરી દેવામાં આવી છે. આ તમામ શિક્ષકોના વાર્ષિક ઈજાફા (ઇન્ક્રીમેન્ટ) રોકી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખોટા સર્ટિફિકેટના આધારે મેળવવામાં આવેલું ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કરી દેવાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષકોએ નકલી સર્ટિફિકેટના આધારે અત્યાર સુધીમાં જે પણ વધારાનો પગાર મેળવ્યો છે, તે તમામ નાણાંની રિકવરી કરવા માટેના પણ કડક આદેશો આપી દેવાયા છે અને આ સાથે જ જિલ્લા કક્ષાએથી તમામ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ​માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ મહેસાણા જિલ્લામાં પણ આવું જ વિશાળ સીસીસી સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણામાં પ્રાથમિક શાળાઓના 142 જેટલા શિક્ષકોએ ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણના લાભો મેળવી લીધા હોવાનું ખુુલતા સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદાના ઝરણાવાડી ગામેથી ₹18.75 લાખનો ગાંજો ઝડપાયો:SOU પોલીસે ખેતરમાંથી એક ફૂટથી સાડા સાત ફૂટની ઊંચાઈના કુલ 357 છોડ જપ્ત કર્યા
    Next Article
    Biggest revelation in the fake liquor scandal | ભાવનગરમાં નકલી દારુ કાંડમાં સૌથી મોટો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment