Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરી પ્રતિબંધિત ઘેનની દવા આપી:પુત્રવધૂ સાસુને ઘેનની ગોળીઓ ખવડાવી ₹1.84 કરોડ ચાઉં કરી ગઈ

    एक दिन पहले

    પાલડી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પુત્રવધૂએ પોતાની 79 વર્ષીય વૃદ્ધ સાસુને પ્રતિબંધિત ઘેનની ગોળીઓ ખવડાવી અર્ધબેભાન અવસ્થામાં રાખીને તેમના બેંક ખાતામાંથી રૂ. 1.84 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી છે. પુત્રના મોત થયા બાદ સાસુ પુત્રવધૂ સાથે રહેતા ત્યારે પુત્રવધૂએ દવાનું પ્રિસ્ક્રિપ્શન બદલીને ઘેનની ગોળી ખવડાવી હતી. આ મામલે વૃદ્ધાએ પાલડી પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પુત્રના મોત બાદ વૃદ્ધા પુત્રવધૂ સાથે રહેતા હતા આંબાવાડી ખાતે રહેતા 79 વર્ષીય જયશ્રીબેન શાહના પુત્ર અભિષેકનું 12 મે, 2024ના રોજ હાર્ટ-એટેકથી અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ પાલડીના મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે શાંતિકુંજ ફ્લેટમાં પુત્રવધૂ અંકિતાબેન અને પૌત્રી સાથે રહેતા હતા. પુત્રના મૃત્યુ બાદ અંકિતાબેને ઝઘડો કરીને અને ઈમોશનલ પ્રેશર લાવીને જયશ્રીબેનના એચ.ડી.એફ.સી. બેંકના જોઈન્ટ ખાતામાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. ત્યારબાદ ઘરખર્ચના બહાને ડરાવી-ધમકાવીને કોરા ચેક પર સહીઓ લેવાનું શરૂ કર્યું હતું. પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરી પ્રતિબંધિત ઘેનની દવા આપતી આરોપી પુત્રવધૂએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જાતે કે કોઈ મળતિયા મારફતે પ્રતિબંધિત ઘેનની દવા ('Tab Trika 0.5') લખી પાલડીના મેડિકલ સ્ટોરમાંથી મેળવી લીધી હતી. સાસુને નિયમિત આ દવા ખવડાવતી હતી, જેના કારણે જયશ્રીબેનને સતત ઘેન અને ચક્કર રહેતા હતા અને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા. બ્લડ રિપોર્ટમાં ઘટસ્ફોટ, પોલીસ ફરિયાદ દાખલ સપ્ટેમ્બર 2025માં જયશ્રીબેનની તબિયત અત્યંત લથડતા અને તેઓ પોતાની દીકરી કોષાને પણ ઓળખી ન શકતા. દીકરીએ તેમને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં બ્લડ રિપોર્ટમાં ઘેનની દવાઓ અપાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે શંકા જતા પુત્રી અને જમાઈએ બેંક ખાતાની તપાસ કરાવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે અંકિતાબેને સહી કરાવેલા કોરા ચેક દ્વારા HDFC બેંકમાંથી પોતાના ખાતામાં અને મ્યુચ્યુઅલ ફંડમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, મૃતક પતિ અભિષેકના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ. 1,84,70,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. પાલડી પોલીસે અંકિતાબેન શાહ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં જંગલેશ્વર ખર્ચકાંડની તપાસનો રિપોર્ટ જાહેર કરવા માંગ, બોર્ડમાં પણ ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે જંગલેશ્વર મુદ્દે તડાફડી
    Next Article
    હર્ષ સંઘવીના સંભવિત પ્રવાસ માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી:નર્મદામાં 3 દિવસના પ્રવાસ પહેલાં ડેડીયાપાડામાં કલેક્ટર ગંગા સિંઘની બેઠક; લાયબ્રેરી અને એકલવ્ય શાળાની મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment