Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પિતૃ પક્ષ અને ગુરુ પ્રદોષનો સંયોગ:આજે તેરસ, આવતી કાલે અકસ્માતે મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ, જાણો છેલ્લા 3 દિવસના શ્રાદ્ધનું મહત્ત્વ

    8 hours ago

    પિતૃ પક્ષ હવે તેના અંતિમ પડાવ તરફ પહોંચી ગયો છે. શનિવાર, 10 ઓક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા સાથે પિતૃ પક્ષ સમાપ્ત થશે. 8, 9 અને 10 ઓક્ટોબર- આ અંતિમ 3 દિવસોમાં શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. આજે (8 ઓક્ટોબરે) તે મૃત વ્યક્તિઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ, જેમનું અવસાન ત્રયોદશી (તેરસ) તિથિએ થયું હતું. આવતીકાલે (9 ઓક્ટોબરે) તે મૃત વ્યક્તિઓ માટે શ્રાદ્ધ કરવું, જેમનું અવસાન ચતુર્દશી તિથિએ થયું હોય અને આ ઉપરાંત આ તિથિએ તે લોકો માટે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમનું અવસાન કોઈ દુર્ઘટનામાં થયું હોય. અંતિમ દિવસે એટલે કે 10 તારીખે ઘર-પરિવારના જાણીતા-અજાણ્યા તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, જે લોકો પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવા માંગે છે, તેમણે સવારે વહેલા ઊઠવું જોઈએ અને સ્નાન કર્યા પછી પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, ધૂપ-ધ્યાન અને દાન-પુણ્ય કરવાનો સંકલ્પ લેવો જોઈએ. પિતૃઓના નિમિત્તે સાત્ત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ. ઘરમાં ધૂપ-ધ્યાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. આજે પિતૃ પક્ષ અને ગુરુ પ્રદોષ વ્રતનો સંયોગ પણ છે. પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્તના સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ. પૂજામાં જલાભિષેક, દીપદાન અને શિવ મંત્રનો જાપ કરવો જોઈએ. શુક્રવાર, 9 ઑક્ટોબરે ચતુર્દશી તિથિનું શ્રાદ્ધ કરવામાં આવશે. પિતૃ પક્ષમાં ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ તિથિએ અકાળ મૃત્યુ, અકસ્માત, હત્યા, અસ્ત્ર-શસ્ત્રના કારણે અથવા અન્ય કોઈ કારણસર અસામયિક મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું સ્મરણ કરતાં પાણીમાં કાળા તલ, કુશ ઘાસ અને પુષ્પ નાખીને તર્પણ કરી શકાય છે. હથેળીમાં પાણી લઈને અંગૂઠા તરફથી પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ. આને જ તર્પણ કહેવામાં આવે છે. ત્યારબાદ જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્રો અથવા અન્નનું દાન પણ કરી શકાય છે. શનિવાર, 10 ઑક્ટોબરે સર્વપિતૃ અમાવસ્યા રહેશે અને આ સાથે જ પિતૃ પક્ષનું સમાપન થઈ જશે. આ દિવસે તે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે, જેમની મૃત્યુ તારીખ જાણીતિ નથી અથવા આ વર્ષે જેમનું શ્રાદ્ધ નિર્ધારિત તિથિએ થઈ શક્યું નથી. આ દિવસે ઘર-પરિવારના તમામ જાણીતા-અજાણ્યા પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવામાં આવે છે. આ દિવસે કાગડા, ગાય અને કૂતરાને પણ ભોજન કરાવવું જોઈએ. હવે જાણો ધૂપ-ધ્યાન માટે જરૂરી વસ્તુઓ અને ધૂપ-ધ્યાન કરવાની રીત… જો આ બધી વસ્તુઓ ઉપલબ્ધ ન હોય, તો પાણી, તલ, છાણાના અંગારા અને ગોળ-ઘીથી પણ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરીને ધૂપ-ધ્યાન કરી શકાય છે. તમે ઇચ્છો તો ખીર-પૂરી પણ બનાવી શકો છો. ખીર-પૂરીથી પણ ધૂપ આપવામાં આવે છે. સર્વપિતૃ અમાવસ્યા સાથે પિતૃ પક્ષ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ 11 તારીખથી દેવી દુર્ગાની પૂજાનો મહોત્સવ શારદીય નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- બેંક, હોસ્પિટલ, સરકારી કચેરીઓ લોકોના ફોનમાં:તેનાથી ₹5 હજાર કરોડ ખોટા હાથોમાં જતા બચ્યા; 2022માં અહીંથી જ 5Gની શરૂઆત થઈ
    Next Article
    રેપિસ્ટનો રોલ ઓફર કરતા નાના પાટેકરે ડિરેક્ટરને ગાળો ભાંડી:કારગીલ યુદ્ધમાં જોડાવા રક્ષા મંત્રીને ફોન કર્યો, થિયેટરમાં પ્રેક્ષકોએ ફેંકેલા જૂતાંને 'સન્માન' ગણીને સાચવતા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment