Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં જંગલેશ્વર ખર્ચકાંડની તપાસનો રિપોર્ટ જાહેર કરવા માંગ, બોર્ડમાં પણ ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે જંગલેશ્વર મુદ્દે તડાફડી

    एक दिन पहले

    રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર ડિમોલેશન ખર્ચકાંડ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડિમોલેશનની કામગીરીના સાડા ચાર મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં ખર્ચની તપાસનો રિપોર્ટ જાહેર નહીં કરાતાં વિપક્ષે મ્યુ. કમિશનર સહિત સત્તાધીશો અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારીઓને છાવરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તો જનરલ બોર્ડમાં પણ જંગલેશ્વર ડિમોલિશન મામલે ભારે તડાફડી થઈ હતી. પૂર્વ મેયરે જંગલેશ્વરમાં ક્રાઇમ અંગેની વાત કરતા કોંગ્રેસે હોબાળો કર્યો હતો. ભાજપના ઈશારે આ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું કહેતા ભાજપનાં કોર્પોરેટરો પણ ઉશ્કેરાતા 15 મિનિટ કરતા વધુ સમય સામસામી બોલાચાલી થઈ હતી. વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીએ વિરોધ અંગે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલેશનને સાડા ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મનપાના સત્તાધીશો કોઈને કોઈ રીતે ખર્ચનો રિપોર્ટ આપવામાં સમય લંબાવી રહ્યા છે. લોકોને આશા હતી કે રિપોર્ટ જાહેર થશે, પરંતુ જ્યારે રિપોર્ટ આપવાનો સમય આવ્યો ત્યારે કમિશનર રજા પર ઉતરી ગયા હતા. આ ઘટનાક્રમ પરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે સંડોવાયેલા અધિકારીઓ અથવા ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે રીતે સમય લંબાવવામાં આવી રહ્યો છે, તે જોતાં ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાની શંકા દૃઢ બને છે. કોંગ્રેસની આ ખર્ચનો રિપોર્ટ વહેલી તકે જનતા સમક્ષ રજૂ કરવા માંગ છે. જનરલ બોર્ડ શરૂ થયા બાદ થોડીવાર માટે પ્રશ્નોતરી નિયમિત ચાલી હતી. પરંતુ વિપક્ષના નેતા દીપ્તિબેન સોલંકીનો ડિમોલિશનનો પ્રશ્ન આવતા ફરી જંગલેશ્વરની ચર્ચા થઈ હતી. જેમાં પૂર્વ મેયર પ્રદીપ ડવે જંગલેશ્વરમાં ક્રાઇમ રેઈટ ખૂબ ઊંચો હોવાનું કહેતા દીપ્તિબેન સહિત કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ તકે કોંગ્રેસનાં સભ્યોએ ભાજપનાં ઈશારે ડિમોલિશન થયું હોવાનું જણાવતા ભાજપનાં તમામ કોર્પોરેટરો ઉભા થઇ ગયા હતા. અને ડિમોલિશન પ્રક્રિયા નિયમ અનુસાર થઈ હોવાનું જણાવ્યું હતું. આ તકે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો સામસામે આવી જતા અડધો કલાક ભારે તડાફડીનાં દ્રશ્યો સર્જાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ-ધરમપુર રોડ પર ટ્રાન્સિટ મિક્સર ટ્રકની ટક્કરે બાઇકચાલકનું મોત:વલંડી પુલ પાસે ટ્રક રિવર્સ લેતી વખતે અકસ્માત; ટ્રક મૂકી ચાલક ફરાર
    Next Article
    પ્રિસ્ક્રિપ્શનમાં છેડછાડ કરી પ્રતિબંધિત ઘેનની દવા આપી:પુત્રવધૂ સાસુને ઘેનની ગોળીઓ ખવડાવી ₹1.84 કરોડ ચાઉં કરી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment