Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ-ધરમપુર રોડ પર ટ્રાન્સિટ મિક્સર ટ્રકની ટક્કરે બાઇકચાલકનું મોત:વલંડી પુલ પાસે ટ્રક રિવર્સ લેતી વખતે અકસ્માત; ટ્રક મૂકી ચાલક ફરાર

    एक दिन पहले

    વલસાડ-ધરમપુર રોડ પર વલંડી પુલ પાસે ગુરુવારે સાંજે ટ્રાન્સિટ મિક્સર ટ્રકની ટક્કરથી બાઇકચાલક લાશીયાભાઈ મોકાશીનું મોત નીપજ્યું હતું. ટ્રકચાલકે પોતાનું વાહન રિવર્સમાં લઈને રોડ તરફ વાળતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ટ્રકચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો, જે અંગે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો ધરમપુર તાલુકાના પીરુમાળ ગામના ઉપલુ ફળિયામાં રહેતા લાશીયાભાઈ મોકાશી છૂટક મજૂરી કરતા હતા. ગુરુવારે સવારે તેઓ બાઇક લઈને વલસાડ કામે આવ્યા હતા અને સાંજે કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. સાંજે આશરે 6 વાગ્યે વલંડી પુલ પાસે સ્મશાન નજીક ટાટા કંપનીના ટ્રાન્સિટ મિક્સર ટ્રકના ચાલકે ટ્રક રિવર્સમાં લઈને રોડ તરફ વાળ્યો હતો, જેની ટક્કર બાઇક સાથે થતાં લાશીયાભાઈને માથા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લાશીયાભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. બસમાં જતા નાના ભાઈએ રસ્તા પર ભાઈની બાઇક જોઈ લાશીયાભાઈના નાના ભાઈ સીતારામભાઈ મોકાશી પણ વલસાડથી ધરમપુર જતી બસમાં ઘરે જઈ રહ્યા હતા. બસ વલંડી પુલ પાસેથી પસાર થતી હતી ત્યારે તેમણે રસ્તા પર ટ્રકની આગળ ભાઈની બાઇક પડેલી જોઈ હતી. બસ ઊભી રખાવીને નીચે ઉતર્યા બાદ તેમને અકસ્માતની જાણ થઈ હતી અને સિવિલ હોસ્પિટલ પહોંચતા ભાઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ રૂરલ પોલીસે ફરાર ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો આ ઘટના અંગે મૃતકના ભાઈ સીતારામભાઈ મોકાશીએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જીને વાહન મૂકી ફરાર થઈ ગયેલા ટ્રકચાલક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જમીન-મકાનના નામે ₹5.85 કરોડની ઠગાઈ:સસ્તા મકાન, ઓફિસ અને ગીરવે મિલકત છોડાવવાની લાલચ આપી બે દલાલો સાથે છેતરપિંડી, બોડકદેવ-નવરંગપુરામાં ફરિયાદ
    Next Article
    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં જંગલેશ્વર ખર્ચકાંડની તપાસનો રિપોર્ટ જાહેર કરવા માંગ, બોર્ડમાં પણ ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે જંગલેશ્વર મુદ્દે તડાફડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment