Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન-મકાનના નામે ₹5.85 કરોડની ઠગાઈ:સસ્તા મકાન, ઓફિસ અને ગીરવે મિલકત છોડાવવાની લાલચ આપી બે દલાલો સાથે છેતરપિંડી, બોડકદેવ-નવરંગપુરામાં ફરિયાદ

    एक दिन पहले

    અમદાવાદમાં જમીન અને મકાનના સોદાના નામે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના વધુ બે ગંભીર કિસ્સા સામે આવ્યા છે. શીલજ અને બોડકદેવ વિસ્તારમાં રહેતા બે જમીન દલાલોને સસ્તામાં મિલકત અપાવવાની તેમજ ગીરવે પડેલી મિલકતો છોડાવવાની લાલચ આપીને કુલ રૂ. 5.85 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. બંને કિસ્સામાં આરોપીઓએ આપેલા ચેક બાઉન્સ થતાં ભોગ બનનારાઓએ બોડકદેવ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. સી.જી. રોડ પર ઓફિસ-મકાનના નામે રૂ. 1.35 કરોડ પડાવ્યા શીલજમાં રહેતા જમીન દલાલ સુનીલભાઈ પરીખ (ઉં.વ. 48) પાસેથી બાપુનગરના નિલેશ પટેલે વર્ષ 2017માં મકાન ખરીદવાના નામે રૂ. 10 લાખ ઉછીના લીધા હતા. ત્યારબાદ ભાગીદાર દીપક આહુજા અને મોહન પરમાર સાથે મળી સી.જી. રોડ સ્થિત આર્યમાન હોમ્સમાં મકાન અપાવવાના બહાને રૂ. 26.50 લાખ તથા સેફાયર કોમ્પ્લેક્સમાં ચાર ઓફિસ અપાવવાના નામે રૂ. 58 લાખ પડાવ્યા હતા. બોગસ દસ્તાવેજો અને ક્રિપ્ટો કોઈનની લાલચ આપી છેતરપિંડી તપાસમાં આ ઓફિસો અગાઉથી અન્ય કંપનીને વેચાઈ ગઈ હોવાનું અને બોગસ દસ્તાવેજો બનાવાયા હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત બેંક લોનના નામે રૂ. 19.50 લાખ અને ફેબ્રુઆરી 2026માં ક્રિપ્ટો કોઈનની લાલચ આપી વધુ રૂ. 10 લાખ પડાવી કુલ રૂ. 1.35 કરોડ ચૂકવવાના કરાર સામે આપેલા બે ચેક બાઉન્સ થતાં બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ગીરવે મિલકત છોડાવવાના બહાને રૂ. 4.50 કરોડની ઠગાઈ બીજા બનાવમાં બોડકદેવના જમીન દલાલ જતીનભાઈ જાની (ઉં.વ. 50) સાથે રૂ. 4.50 કરોડનો વિશ્વાસઘાત થયો છે. વર્ષ 2016માં સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઓફિસ ધરાવતા રાજેશ રાવલ અને તેના ભાગીદાર સીરાજ મોદને પોતાનું વિજય ચાર રસ્તાનું મકાન અને ધંધુકાના ફેદરાની જમીન જતીનભાઈના મિત્ર ધર્મેશ હરિયાણી પાસે ગીરવે હોવાનું જણાવી તે છોડાવવા મદદ માંગી હતી. રૂ. 9 કરોડની જમીન આપી મિલકત છોડાવ્યા બાદ નફો ન આપ્યો આરોપીઓએ જમીન દલાલીમાં નફો કરાવવાની અને જતીનભાઈની દીકરી 18 વર્ષની થાય ત્યારે રૂ. 4.50 કરોડ પરત આપવાની ખાતરી આપી હતી. જેથી જતીનભાઈએ રકનપુર-ભાડજની પોતાની રૂ. 9 કરોડની 3,000 વાર જમીન ધર્મેશભાઈને આપી આરોપીઓની મિલકતો છોડાવી હતી. ત્રણ ચેક બાઉન્સ થતાં નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો વર્ષ 2021 સુધી નફો ન મળતા અને ડિસેમ્બર 2024માં આરોપીઓએ આપેલા રૂ. 1 કરોડ અને રૂ. 1.75 કરોડ સહિતના ત્રણ ચેક બાઉન્સ થતાં નવરંગપુરા પોલીસે બંને ભાગીદારો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    OM: Operation Mole Box Office Collection Day 1: Dhanush and Mammootty's Film Mints This Amount
    Next Article
    વલસાડ-ધરમપુર રોડ પર ટ્રાન્સિટ મિક્સર ટ્રકની ટક્કરે બાઇકચાલકનું મોત:વલંડી પુલ પાસે ટ્રક રિવર્સ લેતી વખતે અકસ્માત; ટ્રક મૂકી ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment