Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું બે દિવસમાં ₹1,750 સસ્તું થયું:10 ગ્રામની કિંમત ₹1.48 લાખ થઈ, એક્સપર્ટે કહ્યું-આગળ ભાવ ₹1.55 લાખ સુધી જઈ શકે છે

    8 घंटे पहले

    સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 13 ઑક્ટોબરે ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું 399 રૂપિયા ઘટીને 1.48 લાખ રૂપિયા થયું છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 923 રૂપિયા ઘટીને 2.20 લાખ રૂપિયા થયો છે. આ પહેલાં ગઈકાલે એટલે કે 12 ઑક્ટોબરે પણ સોનું 1,369 રૂપિયા અને ચાંદી 814 રૂપિયા સસ્તી થઈ હતી. એટલે કે બે દિવસમાં સોનું લગભગ 1,750 રૂપિયા અને ચાંદી 1,700 રૂપિયા સસ્તી થઈ છે. આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ વધી શકે છે આજે ભલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હોય, પરંતુ આવનારા દિવસોમાં તેના ભાવ વધી શકે છે. કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના જણાવ્યા મુજબ, ભારત અને ચીનમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે, જેના કારણે સોના-ચાંદીની માગમાં વધારો થશે. આ ઉપરાંત ચીન સહિત વિશ્વના અન્ય દેશોની સેન્ટ્રલ બેન્કો પણ સોનું ખરીદી રહી છે. અજય કેડિયા મુજબ, આ તમામ કારણોને લીધે દિવાળી સુધીમાં સોનું 1.55 લાખ રૂપિયા અને ચાંદી 2.40 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    જોઝ બટલરે ડાબા હેમસ્ટ્રિંગની સર્જરી કરાવી:પાકિસ્તાન ટ્રાઇ સિરીઝમાંથી બહાર, ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે પણ શંકા
    Next Article
    ઈટાલિયાએ અંબાલાલ પટેલ જેવી આગાહી કરી:એક-એક શબ્દ સાચો પડ્યો, રાહુલના વિરોધમાં ભાજપનાં મહિલા કાર્યકરોએ લોચો માર્યો, પાટણમાં ધબાધબી, જુઓ VIDEO

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment