Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોઝ બટલરે ડાબા હેમસ્ટ્રિંગની સર્જરી કરાવી:પાકિસ્તાન ટ્રાઇ સિરીઝમાંથી બહાર, ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે પણ શંકા

    7 hours ago

    ઇંગ્લેન્ડના બેટર જોસ બટલરની ડાબા હેમસ્ટ્રિંગની સર્જરી સફળ રહી છે. તેણે સંપૂર્ણ ફિટનેસ મેળવીને મજબૂત વાપસી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 36 વર્ષીય બટલરે સોમવારે પોતાની સર્જરી અંગે માહિતી આપી હતી. તેણે હોસ્પિટલના પથારી પરથી અંગૂઠો બતાવતી પોતાની તસવીર શેર કરી હતી. તેનો ડાબો પગ બ્રેસમાં બાંધેલો હતો. બટલરે લખ્યું, ‘સર્જરી સફળ રહી અને હવે રિકવરી પર છું. પહેલાં કરતાં વધુ પ્રેરિત અનુભવી રહ્યો છું.’ બટલરને આ ઈજા 24 સપ્ટેમ્બરે હેડિંગ્લેમાં શ્રીલંકા સામેની બીજી વન-ડે દરમિયાન થઈ હતી. તે બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો અને રિટાયર્ડ હર્ટ થયો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે આજે ટીમ જાહેર થશે બટલર પાકિસ્તાનમાં યોજાનારી ઇંગ્લેન્ડની આગામી ટ્રાઇ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડની ટીમ આ અઠવાડિયાના અંતે પાકિસ્તાન રવાના થશે. નવેમ્બરમાં યોજાનારા ઇંગ્લેન્ડના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પણ બટલર બહાર રહેવાની શક્યતા છે. આ સિરીઝ માટે ટીમની જાહેરાત મંગળવારે સવારે થવાની છે. ECBએ બટલરનો કરાર લંબાવ્યો સોમવારે બટલર અને ઇંગ્લેન્ડના અન્ય એક અનુભવી વ્હાઇટ-બોલ ખેલાડી આદિલ રાશિદને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા એક વર્ષનો કરાર વિસ્તાર આપવામાં આવ્યો. આ વિસ્તરણ બાદ બટલરનો વર્તમાન કરાર આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપ પહેલાં સમાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    Detained twice, Molitics journalist moves SC over ‘contempt of court’
    Next Article
    સોનું બે દિવસમાં ₹1,750 સસ્તું થયું:10 ગ્રામની કિંમત ₹1.48 લાખ થઈ, એક્સપર્ટે કહ્યું-આગળ ભાવ ₹1.55 લાખ સુધી જઈ શકે છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment