Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસમાંથી ઉતરતા લપસ્યો રોહિત શર્મા, VIDEO:ગભરાયેલા વિરાટના ચહેરા પર દેખાઈ ચિંતા; સ્ટાફે સમયસર સંભાળ્યા, વેસ્ટ ઈન્ડિઝ સામે જીત બાદ હોટલ પહોંચી હતી ટીમ

    1 day ago

    વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ મેળવેલી ધમાકેદાર જીતના થોડા જ કલાકોમાં એક એવી ઘટના સામે આવી, જેણે ક્રિકેટ ચાહકોના ધબકારા વધારી દીધા હતા. મેચ જીતીને હોટલ પરત ફરેલી ટીમ ઈન્ડિયાની બસમાંથી નીચે ઉતરતી વખતે રોહિત શર્મા અચાનક સંતુલન ગુમાવી બેઠો અને લપસી પડ્યો હતો. સદનસીબે સ્ટાફ અને સુરક્ષાકર્મીઓની સતર્કતાથી મોટી ઈજા ટળી ગઈ હતી. જીતની ઉજવણી વચ્ચે ક્ષણિક ચિંતાનો માહોલ રવિવારે (27 સપ્ટેમ્બર) તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડી નાખ્યું હતું. આ ઐતિહાસિક વિજય બાદ ખેલાડીઓ ઉત્સાહભેર હોટલ પહોંચ્યા હતા. ટીમ બસમાંથી ખેલાડીઓ એક પછી એક ઉતરી રહ્યા હતા, ત્યારે રોહિત શર્મા જેવો નીચે પગ મુકવા ગયા કે તેમનો પગ લપસી ગયો અને તેઓ લથડી પડ્યા. રોહિતને પડતા જોઈ નજીક ઉભેલા સપોર્ટ સ્ટાફના સભ્ય અને સ્થાનિક પોલીસકર્મી તાત્કાલિક તેમની તરફ દોડ્યા હતા અને બંનેએ રોહિતને મજબૂત ટેકો આપી સંભાળી લીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પાછળ ઉભેલા વિરાટ કોહલી પણ એકદમ ચિંતિત જોવા મળ્યા હતા. તેમના ચહેરા પર રોહિતની સુરક્ષાને લઈને સ્પષ્ટ ચિંતા દેખાઈ રહી હતી. જોકે, રોહિતે જાતે ઉભા થઈ બધાને આશ્વસ્ત કરતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જુઓ વીડિયો… મેચમાં રોહિતની ઝડપી શરૂઆત 296 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્માએ શુભમન ગિલ સાથે મળીને આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિતે 35 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 32 રન ફટકાર્યા હતા. જોકે, 12મી ઓવરમાં અલ્ઝારી જોસેફના બોલ પર પોતાનો ફેવરિટ ફ્લિક શોટ રમવાના પ્રયાસમાં ડીપ મિડવિકેટ પર જ્વેલ એન્ડ્રુના હાથે કેચ આઉટ થઈ ગયા હતા. આ મેચમાં 7 જેટલા મોટા રેકોર્ડ્સ પણ બન્યા હતા… કોહલીએ વન-ડેમાં 303 ઇનિંગ્સમાં પોતાના 15 હજાર રન પૂરા કર્યા. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ શીખર સુધી પહોંચનાર ખેલાડી બની ગયો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને 2007માં સાઉથ આફ્રિકા સામે 377 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 67 કિલો મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો:મોરબીમાં NDPS ના ગુનામાં 2 માસથી નાસતો ફરતો આરોપી માદક પદાર્થની ડિલિવરી કરવા આવ્યો ને' પકડાયો
    Next Article
    માળીયાના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં દબાણ હટાવવાની કામગીરી રોકાઈ:અધિક વિકાસ કમિશનરે બ્રેક લગાવી, ગ્રામજનોમાં રોષ અને ધાર્મિક લાગણી દુભાવાના સંકેત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment