Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ₹1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલા 'સૂરજબાગ'નું લોકાર્પણ:કોન્ટ્રાક્ટરને બે વર્ષ સુધી બગીચાની જાળવણી કરવી પડશે, રાજ્યમંત્રી અમૃતિયા અને મેયરે લોકાર્પણ કર્યુ

    2 days ago

    મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ઐતિહાસિક સૂરજબાગનું આધુનિકીકરણ કરવામાં આવ્યા બાદ આજે રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા અને મોરબીના મેયર ઉત્તમ સુરાણીના હસ્તે સત્તાવાર રીતે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બગીચામાં બાળકો, મહિલાઓ અને વડીલો માટે રમવા, બેસવા તેમજ કસરત કરવાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબા સમયથી મોરબીનું સૂરજબાગ જર્જરિત અને દયનીય હાલતમાં હતું. જોકે, મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આ બાગની કાયાપલટ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તોતિંગ ખર્ચ કરીને બગીચાને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ લોકાર્પણ સમારોહમાં રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતી પડસુંબિયા તેમજ મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન અને કોર્પોરેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ₹1.75 કરોડના ખર્ચે બગીચો તૈયાર થયો આ પ્રસંગે રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના અંતર્ગત આ સૂરજબાગનું ₹1.75 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે. સંબંધિત કોન્ટ્રાક્ટરને આગામી બે વર્ષ સુધી બગીચાની જાળવણી કરવાની શરતે કામ સોંપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવે છે, પરંતુ તેની જાળવણી કરવી એ પણ જનતાની નૈતિક જવાબદારી છે. આથી, બાગમાં ઊભી કરાયેલી તમામ સુવિધાઓ સાચવવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની વિદાય બાદ હવે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં દર અઠવાડિયે વિકાસના નવા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેથી લોકોને વધુ સારી અને પાયાની સુવિધાઓ મળી રહે. મોરબીવાસીઓ સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરે: મેયર સમારોહના અંતે મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે સૂરજબાગની અંદર હાલ યોગા પોઇન્ટ, વોકવે, આરો પ્લાન્ટ અને બેસવા માટેના બાકડા જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોરબીવાસીઓ આ તમામ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરે અને બગીચાની સ્વચ્છતા તથા વ્યવસ્થાઓને સારી રીતે જાળવી રાખે તે અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    લિવ-ઇનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે:વસિયત ના હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ લાગશે, ગુજરાતમાં UCCનો કાયદો લાગુ, જાણવામ માગો છો એ બધું જ
    Next Article
    કોર્ડા ગામેથી PS999 આઈડી પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો યુવક:2 મોબાઈલ સાથે પકડાયો, માસ્ટર આઈડી આપનાર સહિત 2 સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment