Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્ડા ગામેથી PS999 આઈડી પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતો યુવક:2 મોબાઈલ સાથે પકડાયો, માસ્ટર આઈડી આપનાર સહિત 2 સામે ગુનો દાખલ

    2 days ago

    પાટણ એલસીબી પોલીસે વારાહીના કોર્ડા ગામ પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને પકડ્યો છે. તે PS999 આઈડી પર સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની પાસેથી 30,000 રૂપિયાના 2 મોબાઈલ જપ્ત કર્યા. એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે, કોર્ડા ગામની કેનાલ પાસે ચંદુભાઈ ઉર્ફે લાલો ચમનજી ઠાકોર મોબાઈલ પર સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસે દરોડો પાડી 28 વર્ષીય ચંદુભાઈની ધરપકડ કરી. તેના મોબાઈલમાં PS999 આઈડી ખુલ્લી મળી, જેમાં 1,03,358 રૂપિયાનું બેલેન્સ હતું. પૂછપરછમાં ચંદુભાઈએ જણાવ્યું કે આ માસ્ટર આઈડી તેને ભાભરના અબાળા ગામના કિરતીભાઈ દેવરામજી ઠાકોરે આપી હતી. પોલીસે ચંદુભાઈ પાસેથી મોટોરોલા એજ 50 પ્રો અને ઓપ્પો A79 ફોન જપ્ત કર્યા. વારાહી પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ₹1.75 કરોડના ખર્ચે કાયાપલટ કરાયેલા 'સૂરજબાગ'નું લોકાર્પણ:કોન્ટ્રાક્ટરને બે વર્ષ સુધી બગીચાની જાળવણી કરવી પડશે, રાજ્યમંત્રી અમૃતિયા અને મેયરે લોકાર્પણ કર્યુ
    Next Article
    વડોદરાની લાગણીઓ ‘ટાઈમ કેપ્સ્યૂલ’માં કેદ, 2051માં ખુલશે આજની યાદો:VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ગ્રીન કોરિડોર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ટાઈમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડનમાં સ્થાન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment