Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ₹1.72 કરોડના સાયબર ફ્રોડના 2 આરોપી ઝડપાયા:'ઓપરેશન મ્યુલહંટ 2.0' હેઠળ કંપનીના નામે એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી

    18 hours ago

    વલસાડ જિલ્લામાં મ્યુલ બેંક અકાઉન્ટનો ઉપયોગ કરી દેશભરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન મ્યુલહંટ 2.0’ અંતર્ગત પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેમને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ ગેંગે કંપનીઓના નામે બોગસ એકાઉન્ટ ખોલાવીને આશરે ₹1.72 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમન્વય પોર્ટલના ઇનપુટથી ફૂટ્યો ભાંડો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર નજર રાખી રહી હતી. આ દરમિયાન કેન્દ્રીય 'સમન્વય પોર્ટલ' પર વલસાડની બેંક ઓફ બરોડાના 'JK ENTERPRISE' નામના એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારો થતા હોવાનું એલર્ટ મળ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા આ ખાતું વલસાડના તીથલ રોડ પર રહેતા નયન મહેશભાઇ બીરારીના નામે હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા આરોપીઓની વિગત સુરત અને યુપીના કનેક્શન સાથે ઈન્દોરમાં આપવા જતા હતા કીટ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને નયન બીરારીની અટકાયત કરી તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. નયને કબૂલ્યું કે, તે વલસાડના જ રીષભસીંઘ રાજપાલ સીંઘના સંપર્કમાં આવ્યો હતો. સાયબર ફ્રોડના કાળા નાણાંની હેરાફેરી કરવા માટે તેઓએ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી કંપનીના નામે કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ બેંક એકાઉન્ટની ચેકબુક, ડેબિટ કાર્ડ સહિતની કીટ તેઓ સુરતના કિર્તીમાનસીંઘ સાથે ઈન્દોર જઈને ઉત્તરપ્રદેશના આયુષસીંઘ નામના મુખ્ય સૂત્રધારને આપવા ગયા હતા. આ ચોક્કસ બાતમી અને ટેકનિકલ ઇન્ટેલીજન્સના આધારે સાયબર પોલીસે વલસાડના આઝાદ ચોક પાસેથી બીજા આરોપી રીષભસીંઘ રાજપાલસીંઘને દબોચી લીધો હતો. તેની પ્લાસ્ટિકની બેગની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બેંકોના દસ્તાવેજો, પાસબુક, ડેબિટ કાર્ડ અને ઉદ્યમ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. દેશભરમાં 20 જેટલા સાયબર ગુનાઓ સાથે કનેક્શન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 20 જેટલી સાયબર ગુનાની ફરિયાદો નોંધાયેલી છે. આ ખાતાઓમાંથી કુલ $1,72,88,513/- (રૂપિયા 1.72 કરોડથી વધુ) જેટલી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું છે અને આ રકમ અલગ-અલગ જગ્યાએથી ઉપાડી પણ લેવાઈ છે. સાયબર પોલીસે આ મામલે BNS અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળનું નેટવર્ક શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ પોલીસનો પ્રજાજોગ મહત્વનો સંદેશ સાયબર ઠગો સામાન્ય અને નિર્દોષ લોકોને નજીવી રકમ કે કમિશનની લાલચ આપીને નાણાંની ગેરકાયદેસર હેરફેર કરવા માટે તેમના બેંક ખાતા ભાડે લે છે અથવા તેમના નામે ખાતા ખોલાવે છે, જેને સાયબર ક્રાઈમની ભાષામાં ‘મ્યૂલ એકાઉન્ટ’ કહેવાય છે. કોઈની પણ લાલચમાં આવીને પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક કે સીમકાર્ડ અન્ય અજાણી વ્યક્તિને વાપરવા આપવું નહીં. જો તમારા ખાતાનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામમાં થશે, તો તેના માટે કાયદાકીય રીતે એકાઉન્ટધારક પોતે જ જવાબદાર ઠરશે અને જેલના સળિયા ગણવાનો વારો આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં બહેનો દ્વારા પુરૂષોત્તમ માસ કાર્યક્રમ:દૈનિક સત્સંગ, ભજન-કીર્તન અને રાસ-ગરબાનું આયોજન
    Next Article
    ગીર સોમનાથ ભાજપની મંડલ પ્રશિક્ષણ વર્ગ માટે બેઠક:પ્રદીપભાઈ ખીમાણી, ડો. સંજય પરમારના માર્ગદર્શન હેઠળ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment