Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુર: ₹17 કરોડના 776 વિકાસ કામો મંજૂર:પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને બેઠકમાં નિર્ણય

    11 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સંખેડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 17 કરોડના કુલ 776 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કામોમાં 15% વિવેકાધીન (તાલુકા અને નગરપાલિકા કક્ષા) અને 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામો સરકારની માર્ગદર્શિકા મુજબ અને જનહિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયા છે. બેઠકમાં વર્ષ 2022થી અત્યાર સુધીના પ્રગતિ હેઠળના તેમજ અપ્રારંભિત કામોની પણ તાલુકાવાર અને નગરપાલિકા વિસ્તાર મુજબ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે, પ્રાયોજના વહીવટદારની કચેરીની 'ન્યુક્લિયસ બજેટ યોજના' હેઠળ હોમ સ્ટેના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આ પહેલથી જિલ્લામાં પર્યટન અને સ્થાનિક રોજગારીને વેગ મળશે તેવી અપેક્ષા છે. બેઠકને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સાથે જોડાયેલા કાર્યોને પ્રાથમિકતા આપી સત્વરે શરૂ કરવા જોઈએ. તેમણે અગાઉના વર્ષના બાકી રહેલા કામોને પણ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને તાકીદ કરી હતી. મંજૂર થયેલા કુલ રૂ. 17 કરોડના 776 વિકાસ કામોમાં તાલુકાવાર વિતરણ નીચે મુજબ છે: છોટાઉદેપુર તાલુકામાં રૂ. ૨૫૦ લાખના ૧૨૨ કામો, કવાંટ તાલુકામાં રૂ. ૨૫૦ લાખના ૧૨૬ કામો, જેતપુરપાવી તાલુકામાં રૂ. ૨૦૦ લાખના ૧૧૯ કામો, બોડેલી તાલુકામાં રૂ. 250 લાખના 92 કામો, નસવાડી તાલુકામાં રૂ. 250 લાખના 122 કામો, સંખેડા તાલુકામાં રૂ. 250 લાખના 81 કામો અને કદવાલ તાલુકામાં રૂ. 150 લાખના 99 કામોનો સમાવેશ થાય છે. નગરપાલિકા કક્ષાએ છોટાઉદેપુર નગરપાલિકામાં રૂ. ૫૦ લાખના ૮ કામો અને બોડેલી નગરપાલિકામાં રૂ. 50 લાખના 6 કામોને મંજૂરી મળી છે. આ બેઠકમાં ધારાસભ્યો અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા આયોજન અધિકારી જે.જે.પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણના પરિવારે પુત્ર જન્મની ખુશીમાં અંબાજી યાત્રા યોજી:સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા સમગ્ર વિસ્તાર જોડાયો
    Next Article
    ચોટીલા સબ ડિવિઝનમાં 9.50 કરોડના વિકાસ કામોનું આયોજન:ATVT કાર્યવાહક સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment