Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના પરિવારે પુત્ર જન્મની ખુશીમાં અંબાજી યાત્રા યોજી:સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા સમગ્ર વિસ્તાર જોડાયો

    12 hours ago

    પાટણના મીરા દરવાજા વિસ્તારમાં વિપુલભાઈના પરિવારે સ્વર્ગસ્થ પુત્ર નીલુના જન્મદિવસ નિમિત્તે અંબાજી દર્શનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. બે વર્ષ પહેલા હરિદ્વારમાં બનેલી દુઃખદ ઘટના બાદ પરિવારમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતા આ ખુશીની ઉજવણીમાં સમગ્ર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે વિપુલભાઈનો પુત્ર હરિદ્વાર ખાતે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. તે સમયે પરિવાર પર મોટી આફત આવી પડી હતી. આ કપરા સમયમાં મીરા દરવાજા વિસ્તાર અને પાટણના લોકોએ પરિવારના સભ્યની જેમ પડખે ઊભા રહી પ્રાર્થના કરી હતી. લોકોની પ્રાર્થના બાદ વિપુલભાઈના ઘરે ફરી પુત્રનો જન્મ થયો હતો. સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને નવા પુત્રના જન્મની ખુશીમાં આ અંબાજી દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિસ્તારના લોકો સુખ-દુઃખમાં પરિવારની જેમ સાથે રહી આજે આ આનંદના પ્રસંગમાં ભાગીદાર બન્યા છે. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મીરા દરવાજા વિસ્તારના લોકો સવારે વિલેજ પાર્ટી પ્લોટ ખાતે ભોજન લઈ અંબાજી જવા રવાના થયા હતા. આખો દિવસ અંબાજી ખાતે દર્શન અને પ્રવાસ કરી રાત્રે પરત ફર્યા બાદ ફરી અહીં ભોજન કરી છૂટા પડશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્ય લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મીરા દરવાજા વિસ્તાર તેમના માટે ઘર સમાન છે અને સુખ હોય કે દુઃખ, આ વિસ્તારના લોકો હંમેશા તેમની સાથે ઊભા રહ્યા છે. આજે જ્યારે પરિવારમાં આનંદનો અવસર છે ત્યારે આખો વિસ્તાર આ પ્રવાસમાં સાથે જોડાતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં:દાદાનો ‘હેતનો હોંકારો’ કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત; કહ્યું- શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધની ચિંતા નથી
    Next Article
    છોટાઉદેપુર: ₹17 કરોડના 776 વિકાસ કામો મંજૂર:પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને બેઠકમાં નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment