Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા સબ ડિવિઝનમાં 9.50 કરોડના વિકાસ કામોનું આયોજન:ATVT કાર્યવાહક સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો

    9 hours ago

    ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે 9.50 કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણની ઉપસ્થિતિમાં એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો) કાર્યવાહક સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ 'આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો' અભિગમ અંતર્ગત તાલુકાની સામાજિક, ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ યોજના બનાવવાનો છે. આ યોજના દ્વારા રાજ્યના વિકાસનો સુઆયોજિત માર્ગ નક્કી કરવામાં આવશે. આ આયોજન માટે તમામ ગામોની વિલેજ પ્રોફાઈલ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં વસ્તી વિષયક માહિતી, સાક્ષરતા દર, બી.પી.એલ. પરિવારો, કામ કરનારાઓનું વર્ગીકરણ, ઘરોની સંખ્યા, જમીન, શિક્ષણ, પીવાના પાણી, સેનિટેશન અને આરોગ્ય જેવી વિગતોનો સમાવેશ થાય છે. આ પ્રોફાઈલનો ઉપયોગ કરીને તાલુકાની જરૂરિયાતો અને વિકાસની તકો નક્કી કરવામાં આવશે. આયોજન મુજબ, ચોટીલા તાલુકા માટે 4 કરોડ રૂપિયા, મૂળી તાલુકા માટે 2.25 કરોડ રૂપિયા અને થાનગઢ તાલુકા માટે 3.25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમ, કુલ 9.50 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ રકમનો ઉપયોગ લાઈબ્રેરી, ભોજન શેડ, પેવર બ્લોક, સી.સી. રોડ, સંરક્ષણ દિવાલ, સેનિટેશન સંકુલ, કમ્પાઉન્ડ વોલ અને ભૂગર્ભ ગટર જેવા વિવિધ વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય શામજી ચૌહાણ ઉપરાંત ચોટીલા, થાનગઢ અને મૂળીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, એ.ટી.વી.ટી.ના નાયબ કાર્યપાલક ઈજનેર, બાળ વિકાસ અધિકારી, અધિક મદદનીશ ઈજનેર અને બિન-સરકારી સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુર: ₹17 કરોડના 776 વિકાસ કામો મંજૂર:પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને બેઠકમાં નિર્ણય
    Next Article
    Noida International Airport Inauguration Highlights: "Starting New Chapter Of Viksit UP, Viksit Bharat Campaign": PM Modi At Noida Airport Inauguration

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment