Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તું મારી ગર્લફ્રેન્ડ બની જા હું બધી જરૂરિયાત પૂરી કરીશ':અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ પર પરિણીત માજીદખાને દુષ્કર્મ આચર્યું, ₹17 લાખ પડાવ્યા; ધર્મ પરિવર્તન કરવા દબાણ

    16 hours ago

    અમદાવાદના ગૌમતીપુરની મહિલા કોન્સેટેબલ પાસેથી પરિણીત માજીદખાન ચૌહાણે શેરબજારમાં રોકાણના નામે 17 લાખ પડાવ્યા હતા. આ ઉપરાંત માજીદખાન ચૌહાણે પોતાની ઓળખ છૂપાવી મહિલા કોન્સ્ટેબલને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું અને ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કર્યું હતું. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલા કોન્સેટેબલની ફરિયાદ બાદ ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા કોન્સ્ટેબલને શેરબજારમાં રોકાણની લાલચ આપી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની સાથે કામ કરતા SRP જવાને પાટણના કુંભરમઢના મુલ્લાવાડ ખાતે રહેતા માજીદખાન ચૌહાણ સાથે ઓળખાણ કરાવી હતી. આરોપી પોતે શેરબજાર ટ્રેડિંગ કરતો હોવાનું કહીં મહિલાને રોકાણ કરવાની વાત કરી હતી. આરોપીએ 65 જેટલા પોલીસ કર્મચારીઓના પૈસા રોક્યા હોવાનો દાવો કર્યો હતો. 'તું મારી ગર્લફ્રેન્ડ બની જા બધી જરૂરિયાત પૂરી કરીશ' બાદમાં મહિલાને રોકાણ કરવા મનાવી તેના મોબાઈલમાં ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ₹6 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપી મહિલાને કહેતો હતો કે, તું મારી ગર્લફ્રેન્ડ બની જા તારી બધી જરૂરિયાત પૂરી કરી દઈશ. જેથી મહિલાએ ગુસ્સે થઈ ફોન કાપી અને તેના તમામ પૈસા ઉપાડી લીધા હતા. ત્યારબાદ બંને ફરી મળ્યા અને પૈસાનું રોકાણ કરવા કહ્યું હતું. 'તારો હિન્દુ ધર્મ છોડી દે, મુસ્લિમ ધર્મ પવિત્ર છે' મહિલાએ ક્રેડિટ કાર્ડમાંથી લોન અને બેંકમાંથી પૈસા ઉપાડી માજીદખાનને રોકાણ માટે ટુકડે ટુકડે કુલ ₹17 લાખ આપ્યા હતા. આરોપી માજીદખાને મહિલાને કહ્યું કે, તું નોકરીમાંથી રાજીનામું આપી દે. આપણે બંને કુંવારા છીએ લગ્ન કરી લઈશું. આ ઉપરાંત તારો હિન્દુ ધર્મ છોડી દે અમારો મુસ્લિમ ધર્મ પવિત્ર છે. તમારા હિન્દુ ધર્મમાં સ્ત્રીઓનું કોઈપણ જાતનું સન્માન હોતું નથી એવું અવારનવાર કહી ઈસ્લામ સ્વીકારવા દબાણ શરૂ કર્યું હતું. અવાવરૂં જગ્યાએ કારમાં અને ઘરે શારીરિક સંબંધ બાંધ્યો એક દિવસ એસ.જી. હાઈવે પર કોફી પીવડાવવા લઈ ગયો અને ત્યાંથી અવાવરૂં જગ્યાએ કાર ઉભી રાખી આરોપીએ કહ્યું હતું કે, આપણે બંને લગ્ન કરી વિદેશ જતા રહીશું અને ઈસ્લામ ધર્મમાં તને લઈ લઈશ, ત્યારે મહિલાએ તેને કહ્યું હતું કે, આપણાં લગ્ન શક્ય નથી. આરોપીએ લગ્નની લાલચ આપી કારની પાછળના ભાગે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ હોટલમાં જમવા ગયા હતા. મહિલાને પરત ઘરે મુકવા આવ્યો ત્યારે પણ આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપીએ દિલ્હીથી પરત આવી લગ્ન કરવાની વાત કરી જ્યારે મહિલા મેટ્રો સ્ટેશન પર ફરજમાં હતી, ત્યારે ચાલ મારી સાથે ફરવા એમ કહીને બહાર લઈ જવા કહ્યું હતું, પરંતુ મહિલાએ તેને ના પાડી દેતા તે ગુસ્સે થયો હતો અને તુમ હિન્દુ લોગ એસે હી હોતે હો એમ કહી જાતિવિષયક શબ્દો બોલી ફોન લઈને તોડી નાખ્યો હતો. બાદમાં માફી માંગી તેણે એક્સપ્રેસ-વે ઉપર લઈ જઈ હું 15 દિવસ માટે દિલ્હી જાઉં છું પરત આવી લગ્ન કરવાની વાત કરી હતી. આરોપી પરિણીત અને એક બાળકનો પિતા મહિલાએ અવારનવાર ફોન કરતા તે ઉપાડતો નહોતો. જેથી મહિલાએ પાટણ સ્થિતિ તેના ઘરે જઈ પૂછપરછ કરતાં આરોપી પરિણીત હોવાનું અને એક બાળકનો પિતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત થતાં મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી માજીદખાન ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમમાં સગીરાનો વીડિયો બનાવવાના કેસમાં સમાધાન:એન્જિ. અનાથ આશ્રમમાં 50 હજાર દાન-સિવિલમાં મહિનો સામાજિક સેવા કરશે; અભ્યાસ-લગ્નને લઈ નિર્ણય: વાલી
    Next Article
    વલ્લભીપુરના મેવાસા ગામમાં અનોખી પહેલ:ગામને ભયમુક્ત અને સ્વચ્છ બનાવવા પંચાયત તથા ગ્રામજનોનો કડક નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment