Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલ્લભીપુરના મેવાસા ગામમાં અનોખી પહેલ:ગામને ભયમુક્ત અને સ્વચ્છ બનાવવા પંચાયત તથા ગ્રામજનોનો કડક નિર્ણય

    6 hours ago

    ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામમાં ગ્રામજનો અને પંચાયત દ્વારા ગામની શાંતિ, સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને હુંફ આપવા તથા ગામને સંપૂર્ણપણે ભયમુક્ત બનાવવાના આશયથી પાટીદાર સેવા સંઘ અને સુરત સ્થિત ખેડૂત પુત્રોના સહયોગથી આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ગામમાં જાહેર બોર્ડ મારવામાં આવ્યા અને ઢોલ વગાડી પ્રચાર કરવામાં આવ્યો છે, મેવાસા ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેર વિસ્તારોમાં કડક સૂચના આપતા નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા છે, આ ઉપરાંત ગામમાં ઢોલ વગાડીને તમામ ગ્રામજનોને સૂચિત કરવામાં આવ્યા છે, પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલી મુખ્ય સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું, જેમાં જાહેર રસ્તાઓ કે સ્થળો પર માલિકીના ઢોર છૂટા મૂકવા કે બાંધવા નહીં તેમજ રસ્તાઓ રોકીને વાહનો પાર્ક કરવા નહીં., ગામમાં દારૂ પીવા, જુગાર રમવા કે અન્ય કોઈ પણ પ્રકારની અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે., અને જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરતા ઝડપાશે અથવા તેના ફોટો/વિડિયો પુરાવા તરીકે મળશે, તો પંચાયત દ્વારા સીધી પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે., આ અંગે પંચાયતની કોઈ જવાબદારી રહેશે નહીં. ગ્રામજનો અને સરપંચના અભિગમને આવકાર મેવાસા ગામના તમામ સમાજના લોકોએ એકસૂત્ર થઈને આ નિર્ણયને સમર્થન આપ્યું છે, સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત, સુરક્ષિત અને સમરસ બનાવવાની આ પહેલને સરપંચ અને ગ્રામજનો દ્વારા મળેલા સાથ-સહકાર બદલ વ્યાપકપણે આવકારવામાં મળી રહ્યો છે, સ્થાનિકોનું માનવું છે કે આ કડક વલણથી મેવાસા ગામમાં ભયમુક્ત, સ્વચ્છ અને એકતાભર્યું વાતાવરણ ઊભું થશે..
    Click here to Read More
    Previous Article
    'તું મારી ગર્લફ્રેન્ડ બની જા હું બધી જરૂરિયાત પૂરી કરીશ':અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ પર પરિણીત માજીદખાને દુષ્કર્મ આચર્યું, ₹17 લાખ પડાવ્યા; ધર્મ પરિવર્તન કરવા દબાણ
    Next Article
    શત્રુંજય જૈન મહાતીર્થમાં ડોળી કામદારો માટે પ્રધાનમંત્રી વીમા યોજનાનો પ્રારંભ:જૈન તીર્થરક્ષા ટ્રસ્ટમાં નોંધણી કરાવ્યા બાદ પહોંચ મેળવીને જ ડોળીમાં યાત્રા કરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment