Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શત્રુંજય જૈન મહાતીર્થમાં ડોળી કામદારો માટે પ્રધાનમંત્રી વીમા યોજનાનો પ્રારંભ:જૈન તીર્થરક્ષા ટ્રસ્ટમાં નોંધણી કરાવ્યા બાદ પહોંચ મેળવીને જ ડોળીમાં યાત્રા કરવા અપીલ

    6 hours ago

    શત્રુંજય મહાતીર્થ એ સમગ્ર વિશ્વના જૈનોનું સર્વશ્રેષ્ઠ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. શારીરિક રીતે અશક્ત એવા યાત્રિકો ડોળી દ્વારા યાત્રા કરતા હોય છે. શત્રુંજય મહાતીર્થની આજુબાજુના ગામોમાં વસતા આશરે 800થી 1000 ડોળી કામદારો માટે છેલ્લા ત્રણ વર્ષથી ડોળી કામદાર સમૃદ્ધિ યોજના ચાલી રહેલી છે. જૈન તીર્થરક્ષા ટ્રસ્ટ દ્વારા આ યોજના અંતર્ગત જે કોઈ ડોળી કામદાર મૃત્યુ પામે તેમના પરિવારને ₹25,000નો ચેક અર્પણ કરવામાં આવે છે. ડોળી કામદારો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરુ પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મ.સા.દ્વારા વર્ષો પહેલા ડોળી કામદારોના વીમા યોજના માટે કરવામાં આવેલી પ્રેરણા અને વર્તમાનમાં પ્રવર સમિતિ અંતર્ગત શત્રુંજય મહાતીર્થ માટે માર્ગદર્શન આપતા પૂજ્ય અજયસાગરસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શન હેઠળ જૈન તીર્થરક્ષા ટ્રસ્ટ દ્વારા ડોળી કામદારો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટમાંથી નોંધણીની પહોંચ મેળવીને જ ડોળીમાં યાત્રા કરવી હાલમાં શત્રુંજય મહાતીર્થમાં બિરાજમાન શાસન પ્રભાવક આચાર્ય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.(ચકાચક મ. સા.)ની પાવન નિશ્રામાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન તીર્થરક્ષા ટ્રસ્ટના લલીતભાઈ ધામી, રાજુભાઈ, યુવક મહાસંઘના પ્રમુખ ભદ્રેશભાઈ શાહ, પથિકભાઈ શાહ અને જૈન અગ્રણી ભુપેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શત્રુંજય મહાતીર્થમાં છેલ્લા ચાર વર્ષથી નિસ્વાર્થભાવે સેવા આપનાર વીરેશ શેઠે જણાવ્યું હતું કે, ડોળીમાં યાત્રા કરવા આવનાર યાત્રિકે જૈન તીર્થરક્ષા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી નોંધણી કરાવીને પહોંચ મેળવીને જ યાત્રા કરવી.
    Click here to Read More
    Previous Article
    વલ્લભીપુરના મેવાસા ગામમાં અનોખી પહેલ:ગામને ભયમુક્ત અને સ્વચ્છ બનાવવા પંચાયત તથા ગ્રામજનોનો કડક નિર્ણય
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎, ગટરનાં પાણી ઘરોમાં ઘૂસતાં લોકો પરેશાન:જાળિયા ગામે પ્રા. સુવિધાઓનો અભાવ; ‎મચ્છરોના ઉપદ્રવથી આરોગ્યને જોખમ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment