Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎, ગટરનાં પાણી ઘરોમાં ઘૂસતાં લોકો પરેશાન:જાળિયા ગામે પ્રા. સુવિધાઓનો અભાવ; ‎મચ્છરોના ઉપદ્રવથી આરોગ્યને જોખમ‎

    11 hours ago

    અમરેલી તાલુકાના જાળિયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી રોડ-રસ્તા તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનાથી ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના આ વિસ્તારમાં અંદાજે 3 હજારથી વધુની વસ્તી હોવા છતાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું કાયમી નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. ઊભરાતી ગંદકીના કારણે ઘરોમાં રહેવું પણ મુશ્કેલ જનક બન્યું છે. વૃધ્ધો અને બાળકોને ખાંસી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સરપંચ સહિત જવાબદાર તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે આશરે 200 જેટલા ગ્રામજનો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી હતી. ગ્રામજનોએ રોડ-રસ્તાની સ્થિતિ સુધારવા ઉપરાંત ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કાયમી સમસ્યા દૂર કરવા અને ગટરના પાણી ઘરોમાં ન ઘૂસે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. રજૂઆત દરમિયાન જિલ્લા કલેક્ટરે ગ્રામજનોની સમસ્યા સાંભળી આગામી 10 દિવસમાં પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી કરવાની ખાતરી આપતાં હાલ મામલો થાળે પડ્યો હતો. જોકે, 10 દિવસની મુદતમાં યોગ્ય કામગીરી નહીં થાય તો ફરીથી કલેક્ટર કચેરી ખાતે ધરણાં અને ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ગ્રામજનોએ આપી છે. ગટરનું પાણી ઘરમાં નીકળે છે: સ્થાનિક‎ અમારા વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં નીકળે છે. સતત દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા છીએ સરપંચ ધ્યાન આપતા નથી માટે અમે સ્થાનિક લોકો કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ. > ભરતભાઈ ભરવાડ, જાળિયાના સ્થાનિક સરપંચ, ઉપસરપંચ અને સભ્યોને કામ કરવામાં રસ નથી સ્થાનિક જાળિયા ગામમાં આશરે 3000 જેટલા લોકો વસવાટ કરે છે. અહીં ઊભરાતી ગંદકી અને રોડ રસ્તાને લઈ સરપંચ, ઉપસરપંચ સહિત બધાને રજૂઆતો કરી છે. છતાં કોઈ ધ્યાન આપતું નથી તો તત્કાલિક ગટરની આ સમસ્યાનું નિવારણ કરાય અને અહીં પાક્કા રોડ બનાવાયતેવી જયેશભાઈ ડાબસરાએ માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શત્રુંજય જૈન મહાતીર્થમાં ડોળી કામદારો માટે પ્રધાનમંત્રી વીમા યોજનાનો પ્રારંભ:જૈન તીર્થરક્ષા ટ્રસ્ટમાં નોંધણી કરાવ્યા બાદ પહોંચ મેળવીને જ ડોળીમાં યાત્રા કરવા અપીલ
    Next Article
    6 આયુર્વેદિક દવાખાનામાં ગ્રાન્ટના વાંકે પગાર અટક્યા:શાખપુર ગામના સરપંચે રાજ્યમંત્રીને રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment