Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 આયુર્વેદિક દવાખાનામાં ગ્રાન્ટના વાંકે પગાર અટક્યા:શાખપુર ગામના સરપંચે રાજ્યમંત્રીને રજૂઆત કરી

    11 hours ago

    વિવિધ ગામોના આયુર્વેદિક દવાખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રાન્ટના અભાવે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દામનગર પંથક અને આસપાસના છ ગામોના આયુર્વેદિક દવાખાનાના હેડમાં વર્ષ2021થી ગ્રાન્ટની ભારે અછત બતાવવામાં આવી રહી છે. ટ્રેઝરી હેઠળ આવતા દવાખાનાઓને નિયમિતપણે ગ્રાન્ટ આપવામાં આવે છે. જેના કારણે ત્યાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર સમયસર થઈ જાય છે. પરંતુ ગ્રાન્ટના વાંકે અન્ય વિસ્તારોમાં ભારે વિસંગતતા સર્જાઈ રહી છે. બીજી તરફ, શાખપુર, ધારગણી, સરસીયા, હનુમાન ખીજડીયા, ઇંગોરાળા (ભાડ) અને મોરંગી ગામના આયુર્વેદિક દવાખાનાના હેડમાં લાંબા સમયથી ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. આ કારણોસર અહીં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ ઉપરાંત, આ દવાખાનાઓમાં સેવા આપતા સરકારી કર્મચારીઓના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (ટી.એ.) બિલ તથા દવાખાનાના રોજિંદા ખર્ચ માટેના કન્ટિનજન્સી બિલ પણ લાંબા સમયથી મંજૂર ન થતા કર્મીઓમાં ભારે રોષ છે. આ સંવેદનશીલ પ્રશ્ને શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે ગ્રાન્ટના અભાવે આઉટસોર્સિંગ કર્મચારીઓના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આ છ ગામોના આયુર્વેદિક દવાખાનાના હેડમાં તાત્કાલિક અસરથી ખૂટતી ગ્રાન્ટની મંજૂરી આપી રકમ ફાળવવા માંગણી કરી હતી. આમ, તહેવાર ટાઈમે પગાર અટકતા રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎, ગટરનાં પાણી ઘરોમાં ઘૂસતાં લોકો પરેશાન:જાળિયા ગામે પ્રા. સુવિધાઓનો અભાવ; ‎મચ્છરોના ઉપદ્રવથી આરોગ્યને જોખમ‎
    Next Article
    વરસાદ ખેંચાતા ખેડૂતોને આકસ્મિક પાક આયોજનની ખેતીવાડીની અપીલ:એકાંતર ચાસે પિયતથી 35 ટકા પાણી બચશે, ‎કપાસમાં ચુસીયા જીવાત સામે સાવચેતી જરૂરી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment