Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે બાંગ્લાદેશીઓની ઓળખ સરળતાથી થશે:પ્રતિરક્ષા એપ્લિકેશનમાં ચહેરો સ્કેન કરવાથી જ વ્યક્તિની આધારકાર્ડ સહિતની તમામ વિગતો સેકન્ડમાં મળશે

    4 days ago

    અમદાવાદ સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા 600થી વધુ બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામને પકડ્યા બાદ દસ્તાવેજ ચકાસવાની કામગીરી ખૂબ લાંબી રહી હતી. જેથી હવે સરળતાથી બાંગ્લાદેશીની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગતો મળી જશે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત લોકોની અટકાયત આ એપ્લિકેશન આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિનો ફોટો સ્કેન કરતાં જ તેના આધારકાર્ડની તમામ વિગતો સામે આવી જાય છે. આધારકાર્ડમાં કોઈ ચેડાં કરીને વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો પણ આ એપ્લિકેશનમાં તરત જ સાચી વિગતો સામે આવી જાય છે.અમદાવાદમાં આવીને ખોટા આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે બાંગ્લાદેશી નાગરિકોએ પાસપોર્ટ, ચૂંટણીકાર્ડ તેમજ અન્ય ઓળખપત્રો પણ બનાવી લીધા હતા, ત્યારે બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશન ખૂબ ઉપયોગી આ તમામ લોકો પાસે બોગસ દસ્તાવેજો હતા.ત્યારે તેમના વેરિફિકેશન માટે પોલીસ દ્વારા ડેવલપ કરવામાં આવેલી ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશન ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.આ એપ્લિકેશનને આધાર ડેટાબેઝ સાથે લિંક કરવામાં આવી છે,જેના કારણે દેશભરમાં જેટલા લોકો પાસે આધારકાર્ડ છે,તેમની સાચી વિગતો આ એપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે.એટલે કે હવે કોઈ ગઠિયો કે ઘુસણખોર કોઈના આધારકાર્ડમાં ચેડાં કરીને પોતાનો ફોટો લગાવી દે અથવા પોતાના અસલી ફોટા સાથે બીજું નામ કે અન્ય વિગતો ઉમેરી દે તો પણ તે બચી શકશે નહીં.આવા કિસ્સાઓમાં જ્યારે આધારકાર્ડ બનાવતી વખતે આપવામાં આવેલી મૂળ વિગતો આ એપ્લિકેશનમાં સંબંધિત વ્યક્તિનો ચહેરો સ્કેન કરતાં જ સામે આવી જશે. 269 બાંગ્લાદેશી ઘુસણખોરોના બોગસ દસ્તાવેજો સામે આવ્યા આ કવાયત દરમિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ કુલ 269 બાંગ્લાદેશી ઘુસણખોરોના દસ્તાવેજો બોગસ હોવાનું સામે આવ્યું હતું.અન્ય રાજ્યોના ગુનેગારોને પણ જ્યારે પોલીસ પકડી લેતી હોય છે ત્યારે તેમની પાસે રહેલું આધારકાર્ડ સાચું છે કે તેમાં કોઈ ચેડાં કરવામાં આવ્યા છે તેની ચકાસણી પણ આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગીતા વિદ્યાલયના સ્થાપકની 25મી પુણ્યતિથિ:બાળકોએ શ્રદ્ધાંજલિ આપી, શૈક્ષણિક કીટનું વિતરણ થયું
    Next Article
    સાવરકુંડલાના મેરિયાણામાં ફેન્સિંગ તારમાં ફસાતા સિંહબાળનું મોત:વાડી વિસ્તારમાં તારમાં ગળું ફસાતાં 6 માસના સિંહબાળનો શ્વાસ રુંધાયો, પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment