Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંગઠન બેઠક:25 લાખ ઘરો સુધી સંપર્ક અને દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ

    2 days ago

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ અને ડો. પ્રવીણભાઈ તોગડિયાએ જામનગરની મુલાકાત દરમિયાન સંગઠનની બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિત આગામી કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સંગઠન બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન પરિષદના પ્રભારી અને સૌરાષ્ટ્ર પ્રાથમિક સંગઠન મહામંત્રી નિર્મલસિંહભાઈ ખુમાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંગઠનની આગામી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 25 લાખ ઘરો સુધી સંપર્કનું આયોજન આગામી દિવસોમાં સંગઠન દ્વારા 25 લાખ ઘરો સુધી સંપર્ક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગલી-ગલી અને સોસાયટીઓમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ યોજવા માટે કાર્યકર્તાઓને કામગીરી સોંપવામાં આવશે. સમગ્ર દેશમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરીને હિન્દુ સમાજનું સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હનુમાન ચાલીસા કેન્દ્રો સાથે વિવિધ સેવાઓ ડો. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વિની અને રાષ્ટ્રીય છાત્ર પરિષદ દ્વારા ગામડાંથી લઈને શહેરોની કોલોનીઓ સુધી શનિવારે રાત્રે સામૂહિક હનુમાન ચાલીસા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે હાલમાં હજારો કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં આ સંખ્યા એક લાખ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. તેમના જણાવ્યા મુજબ હનુમાન ચાલીસા કેન્દ્રો મારફતે લોકોમાં ધાર્મિક આચરણ અંગે જાગૃતિ લાવવા ઉપરાંત 24 કલાકની હિન્દુ હેલ્પલાઇન, હિન્દુ 108 સેવા, બ્લડ પ્રેશર અને શુગરની નિઃશુલ્ક તપાસ, તબીબી તથા કાનૂની માર્ગદર્શન, બાળકોની પ્રતિભા વિકાસ અને મહિલા સુરક્ષા સહિતની વિવિધ સેવાઓ શરૂ કરવાની યોજના છે. કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપાઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યકર્તાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જિલ્લા મંત્રી તરીકે અમિતભાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જામનગર શહેર ઉપાધ્યક્ષ તરીકે વિરલભાઈ ત્રિવેદી, જામનગર મીડિયા સેલ ઈન્ચાર્જ તરીકે ધર્મેશભાઈ રાવલ, રાષ્ટ્રીય મહિલા પરિષદ શહેર પ્રમુખ તરીકે હર્ષિદાબેન મહેતા અને રાષ્ટ્રીય મહિલા પરિષદ મંત્રી તરીકે નિયતિબેન પાબારીને જવાબદારી આપવામાં આવી હતી. NEET પેપર લીક મુદ્દે તોગડિયાએ નિવેદન આપ્યું પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડો. પ્રવીણ તોગડિયાને દિલ્હીમાં NEET પરીક્ષાને લઈને થયેલા વિરોધ પ્રદર્શન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાના પેપર લીક ન થવા જોઈએ. પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં રોષ જોવા મળે છે અને હવે ભવિષ્યમાં કોઈ પેપર લીક ન થાય તેવી આશા વ્યક્ત કરી હતી. સંગઠનના આગેવાનોની જહેમત કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ તાલપરાએ કર્યું હતું. બેઠકને સફળ બનાવવા વિભાગ સંગઠન મંત્રી હિતેન્દ્રભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને શહેર પ્રમુખ વિશાલભાઈ પોપટ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં શિક્ષણ સમિતિ કર્મચારી મંડળીની સભા યોજાઈ:34મી વાર્ષિક સાધારણ સભામાં ડિવિડન્ડ જાહેર, નવી કમિટી રચાઈ
    Next Article
    નવસારીમાં શ્રાવણના પ્રથમ સોમવારે વરસાદી ઝાપટાં:કાળા વાદળો છવાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment