Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં શ્રાવણના પ્રથમ સોમવારે વરસાદી ઝાપટાં:કાળા વાદળો છવાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    2 days ago

    નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા, ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે અને ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેનાથી નગરજનોને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી રાહત મળી હતી. પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારથી જ શહેરના સુપ્રસિદ્ધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના નાદ સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા. આસ્થાના આ પર્વ વચ્ચે વરસેલા વરસાદી ઝાપટાંએ વાતાવરણને વધુ આહલાદક બનાવ્યું હતું. આનાથી શિવભક્તોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંગઠન બેઠક:25 લાખ ઘરો સુધી સંપર્ક અને દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ
    Next Article
    જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ:શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે ભાવિકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment