Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ:શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે ભાવિકો ઉમટ્યા

    2 days ago

    છોટા ઉદેપુરના પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભાવિકો મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. ઓરસંગ નદીના કિનારે આવેલા આ પ્રાચીન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની કતારો લાગી હતી. શ્રાવણ માસના પ્રારંભે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ભાવિકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. ભક્તોએ દૂધ, બીલીપત્ર, પુષ્પહાર અને જળાભિષેક કરીને મહાદેવની પૂજા અર્ચના કરી હતી. ભોળાનાથની કૃપા હંમેશા બની રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જાગનાથ મહાદેવ મંદિર લગભગ 400 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. ઓરસંગ નદીના કિનારે આવેલું આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું મનાય છે. લોકવાયકા અનુસાર, લગભગ 400 વર્ષ પહેલાં એક રાજાએ જમીનમાંથી મહાદેવને બહાર કાઢીને અહીં સ્થાપિત કર્યા હતા. મંદિરના ઇતિહાસ સાથે પાવાગઢ રાજ્યનો પણ સંબંધ જોડાયેલો છે. સદીઓ પહેલાં જ્યારે મહંમદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કરી રાજાને હરાવી રાજ્ય જીતી લીધું, ત્યારે રાણી ગર્ભવતી હોવા છતાં બચી ગયાં હતાં. એક નોકરે તેમને બચાવીને નર્મદા કિનારે હાફેશ્વર પહોંચાડ્યા હતા. સમય જતાં રાણીને વીરસિંહ અને અભયસિંહ નામના બે પુત્રો થયા. એક દિવસ અભયસિંહ ઓરસંગ નદીના કિનારે પહોંચ્યા અને પાણી પીધા બાદ ત્યાં જ સૂઈ ગયા. તેમને સ્વપ્નમાં મહાદેવે દર્શન આપી જમીનમાંથી પોતાને બહાર કાઢી રાજગાદી સ્થાપવાની આજ્ઞા કરી. આ સ્વપ્ન બાદ અભયસિંહે જાગનાથ મહાદેવના શિવલિંગને જમીનમાંથી બહાર કાઢી સ્થાપના કરી. ત્યારબાદ અભયસિંહ છોટા ઉદેપુર રાજ્યના રાજા બન્યા, અને આ રીતે મંદિરનો ઇતિહાસ રાજ્યની સ્થાપના સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં શ્રાવણના પ્રથમ સોમવારે વરસાદી ઝાપટાં:કાળા વાદળો છવાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    India Signs Rs 1,900-Crore Deal To Lease 2 MQ-9B SeaGuardian Drones

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment