Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીડિયો વાયરલ:લાખણીના વાસણાની શાળામાં દૂધ સંજીવની યોજનાનું ફ્લેવરવાળા દૂધમાં ગઠ્ઠા પડી ગયા

    4 days ago

    લાખણીના વાસણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પહોંચાડવામાં આવેલા દૂધ સંજીવની યોજનાના ફ્લેવર મિલ્કના પેકેટ ખોલતા તેમાં ઘટ્ટ ગઠ્ઠા જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી હતી.સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચી ટ્રાઈબલ વિભાગની ગ્રાન્ટ હેઠળ બાળકોની સંખ્યા સતત જળવાયએ માટે ફ્લેવર વાળું દૂધ અપાઈ રહ્યું છે. દૂધ પરિવહન કરનાર એજન્સીએ જણાવ્યું કે ગરમીના લીધે ક્યારેક દૂધ બગડતું હોય છે. સરકાર દ્વારા આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓની શાળાઓમાં વિવિધ પોષણલક્ષી યોજનાઓ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને નિયમિત દૂધ અપાય છે. વાસણા ગામની શાળામાં પણ વિદ્યાર્થીઓ માટે ફ્લેવર મિલ્કના પેકેટો પહોંચાડ્યા હતા. જોકે વિતરણ પહેલાં કેટલાક પેકેટોની તપાસ દરમિયાન દૂધ સામાન્ય પ્રવાહી સ્વરૂપમાં જોવા મળવાને બદલે તેમાં ઘટ્ટ ગઠ્ઠા જોવા મળ્યા હતા. જેના કારણે સ્થાનિકો અને વાલીઓએ દૂધની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી. શાળા સ્ટાફ દ્વારા આ દૂધને ફેંકી બાળકોને અપાયું નહોતું. સ્થાનિક ભેમાભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલા આવા મુદ્દાઓમાં વિશેષ સાવચેતીની જરૂર છે. આ બાળકો માટેના દૂધમાં ગંભીર લાપરવાહી છે આમાં દોષિત જે પણ હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ રીતે શાળાના બાળકો સુધી દૂધ પહોંચાડાય છે ડેરી પ્લાન્ટમાં ફ્લેવર મિલ્કનું ઉત્પાદન અને પેકિંગ થાય છે. જે બાદ તૈયાર પેકેટોને નિયત સંગ્રહ વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે. અને સપ્લાય એજન્સી દ્વારા દૂધ વિવિધ શાળાઓ સુધી પહોંચાડવામાં આવે છે. શાળામાં પહોંચેલા પેકેટોની નોંધ કરીને વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવે છે. નિર્ધારિત દિવસે બાળકોને દૂધનું વિતરણ કરાય છે.
    Click here to Read More
    Previous Article
    સાવરકુંડલાના મેરિયાણામાં ફેન્સિંગ તારમાં ફસાતા સિંહબાળનું મોત:વાડી વિસ્તારમાં તારમાં ગળું ફસાતાં 6 માસના સિંહબાળનો શ્વાસ રુંધાયો, પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો
    Next Article
    US-Iran LIVE Updates: US-Iran Deal To Be Signed In Switzerland On Friday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment