Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમમાં સગીરાનો વીડિયો બનાવવાના કેસમાં સમાધાન:એન્જિ. અનાથ આશ્રમમાં 50 હજાર દાન-સિવિલમાં મહિનો સામાજિક સેવા કરશે; અભ્યાસ-લગ્નને લઈ નિર્ણય: વાલી

    6 hours ago

    ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમના ફ્લોર પર પોતાનો મોબાઈલ કેમેરો મૂકીને સગીર બાળકીનો વીડિયો રેકોર્ડ કરવાના પ્રયાસ બદલ 27 વર્ષીય ઓટોમોબાઈલ એન્જિનિયરને સિવિલ હોસ્પિટલમાં એક મહિનો સામાજિક સેવા કરવા અને અનાથાશ્રમમાં 50 હજારનું દાન કરવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી રવિ પ્રજાપતિ વિરુદ્ધ નોંધાયેલી FIRને સગીરાના માતા-પિતાની વિનંતીથી હાઈકોર્ટે રદ કરી દીધી છે, પરંતુ ઉપરોક્ત દંડ પણ કર્યો છે. સગીરાના માતા-પિતાએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓએ આરોપી સાથે સમાધાન કરી લીધું છે અને તેઓ આગળ કોઈ ફોજદારી કાર્યવાહી કરવા માંગતા નથી. અભ્યાસ અને લગ્નને ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું સોગંદનામું રજૂ કરવા ઉપરાંત બાળકીના માતા-પિતાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે આ કાનૂની વિવાદના કારણે તેમની બાળકીના અભ્યાસ પર વિપરીત અસર પડી છે અને તે પોતાની બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકી નથી. આનાથી સગીરા ઉપર ભારે માનસિક બોજ પડ્યો છે. તેના આગળના અભ્યાસ અને ભવિષ્યના લગ્નને ધ્યાનમાં રાખીને, તેમણે આ પ્રકરણને પાછળ છોડીને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. સગીર બાળકીના સન્માન તથા પ્રાઈવસીના ભંગ કરતુ કૃત્ય હાઈકોર્ટે જણાવ્યું હતું કે FIRમાં કરવામાં આવેલા આરોપો નિઃસંદેહ ગંભીર પ્રકૃતિના છે અને સગીર બાળકીના સન્માન તથા પ્રાઈવસીના ભંગ કરતા કૃત્યને દર્શાવે છે. આ આરોપો ચેન્જિંગ રૂમની એકાંત ક્ષણોમાં કપડાં બદલી રહેલી સગીર બાળકીનું વીડિયો રેકોર્ડિંગ કરવા માટે મોબાઈલ ફોનના ઉપયોગ પાછળના ગંભીર અને મલિન ઈરાદાનો સ્પષ્ટ સંકેત આપે છે. ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં તેવી બાંહેધરી લીઘી હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે બેદરકારીપૂર્વક FIR રદ કરવા ઈચ્છતી ન હતી, પરંતુ પીડિતાના ખાનગીપણા તથા સન્માનના અધિકાર અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોર્ટે આરોપી પાસેથી લેખિતમાં બાંહેધરી લીધી છે કે તે ભવિષ્યમાં ક્યારેય આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં. એક મહિના સુધી સિવિલમાં સામાજિક સેવા કરવા સૂચના હાઈકોર્ટને લાગ્યું કે આરોપી તરફથી માત્ર આશ્વાસન પૂરતું નથી, તેથી તેણે આરોપીને જવાબદારી અને આત્મચિંતન માટે સામાજિક સેવા કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે અરજદારને 10 સપ્ટેમ્બર, 2026થી 9 ઓક્ટોબર, 2026 સુધીના એક મહિનાના સમયગાળા માટે અસારવા, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સામાજિક સેવા કરવાની સૂચના આપવામાં આવે છે. સામાજિક સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે હાઈકોર્ટે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને આરોપીને યોગ્ય ફરજો સોંપવા નિર્દેશ આપ્યો હતો અને સામાજિક સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને મોકલવા જણાવ્યું હતું. હાઈકોર્ટે તેને કયા પ્રકારનું કામ સોંપવામાં આવ્યું અને તેણે પોતાની ફરજો કેવી રીતે નિભાવી તે અંગેનો અહેવાલ પણ માંગ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સામાજિક સેવા દરમિયાન અરજદાર તરફથી કોઈ ગેરહાજરી, ક્ષતિ કે ગેરવર્તણૂકના કિસ્સામાં, યોગ્ય આદેશો માટે આ કોર્ટને તાત્કાલિક જાણ કરવામાં આવશે, જેમાં FIR પુનઃસ્થાપિત કરવાનો પણ સમાવેશ થાય છે. શિશુ ગૃહમાં 50 હજાર રૂપિયા જમા કરાવવાનો આદેશ આ ઉપરાંત, હાઈકોર્ટે આરોપીને 10 દિવસમાં પાલડી સ્થિત શિશુ ગૃહમાં 50 હજાર રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે અને અનાથાશ્રમને આ રકમનો ઉપયોગ ત્યાં રહેતા બાળકોના કલ્યાણ, સંભાળ, શિક્ષણ અને અન્ય કાયદેસરની જરૂરિયાતો માટે કરવાનો નિર્દેશ આપ્યો છે.હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને આરોપીનો મોબાઈલ ફોન તેને પરત ન કરવાનો પણ આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    India is growing at 7.8%. Should you believe it?
    Next Article
    'તું મારી ગર્લફ્રેન્ડ બની જા હું બધી જરૂરિયાત પૂરી કરીશ':અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ પર પરિણીત માજીદખાને દુષ્કર્મ આચર્યું, ₹17 લાખ પડાવ્યા; ધર્મ પરિવર્તન કરવા દબાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment