Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં PMSMAના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી:25 સગર્ભા માતાની નિઃશુલ્ક તપાસ કરી પોષણ કીટનું વિતરણ કરાયું

    1 day ago

    ગઢડાની નીલકંઠ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA)ના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આશરે 25 સગર્ભા માતાઓની અનુભવી તબીબો દ્વારા મફત તપાસ કરવામાં આવી હતી. તેમને આરોગ્ય અને પોષણ સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. તપાસ ઉપરાંત, 25 સગર્ભા બહેનોને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે તેમના અને તેમના બાળકના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો સુરેશભાઈ ગોધાણી, જયરાજભાઈ પટગીર, ઈરફાનભાઈ ખીમાણી સહિત વિવિધ તબીબો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ માતા અને શિશુના આરોગ્ય માટે PMSMA યોજનાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વધુને વધુ મહિલાઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર મુદ્દે મહિલાઓના ધરણા:50 લાખની ગ્રાન્ટ છતાં શીતળા કુંડ અને શિવ મંદિર જર્જરિત, સ્થાનિકોના ચેરમેનની ચેમ્બર બહાર કલાકો સુધી ધરણા
    Next Article
    ઉમરાળાના ધોળા ગામમાં ચાલતા જુગાર પર દરોડો:શિવમંદિર નજીક જુગાર રમી રહેલા પાંચ જુગારી રૂ. 23,540ના મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment