Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા વિઝાના નામે નવસારીના ક્રિકેટ કોચ સાથે ₹16.80 લાખની ઠગાઈ:અમદાવાદના એજન્ટે ₹23 લાખમાં 6 માસના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા

    22 hours ago

    નવસારીમાં રહીને બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે ફરજ બજાવતા રાજેશ પંચાલ અને તેમના પરિવાર સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ₹16.80 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. પરિવારને કેનેડા જવું હોવાથી અમદાવાદ શ્યામલ સ્થિત ઓફિસ ધરાવતા એજન્ટે ₹23 લાખમાં વિઝા અપાવવાનો વાદો કર્યો હતો. જોકે, ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ વિઝા ન આપતાં આખરે સેટેલાઇટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈને એજન્ટનો સંપર્ક કર્યો હતો રાજેશભાઈના પત્ની રાજેશ્રીબેને ઈન્સ્ટાગ્રામ પર 'બ્રાઇટ વે ઇમિગ્રેશન' નામની જાહેરાત જોઈ હતી. જેના આધારે દંપતી અમદાવાદ શ્યામલ ખાતે આવેલી ઓફિસે પહોંચ્યું હતું, જ્યાં તેમની મુલાકાત દીપક ઉપાધ્યાય નામના એજન્ટ સાથે થઈ હતી. એજન્ટે 6 મહિનાની અંદર પરિવારના કેનેડા વર્ક પરમિટ વિઝા આવી જશે તેમ કહી ₹23 લાખનો કુલ ખર્ચ બતાવ્યો હતો. જેથી દંપતીએ તેના પર વિશ્વાસ મૂકીને તબક્કાવાર નાણાં આપવાનું શરૂ કર્યું હતું. બાયોમેટ્રિકના નામે મુંબઈ મોકલ્યા, વિઝા આપ્યા વિના હાથ ઊંચા કર્યા એજન્ટ દીપક ઉપાધ્યાયે અલગ-અલગ પ્રોસેસિંગ ફી અને ખર્ચના બહાને કુલ ₹16.80 લાખ પડાવી લીધા હતા. આ દરમિયાન બાયોમેટ્રિક પ્રક્રિયા માટે પરિવારને મુંબઈ પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ બે વખત બાયોમેટ્રિક કેન્સલ કરાવ્યું હતું. આખરે બાયોમેટ્રિક થયા બાદ પણ લાંબો સમય વીતી જવા છતાં વિઝા ન મળતાં અને એજન્ટે ગોળ-ગોળ જવાબો આપતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. સેટેલાઇટ પોલીસે એજન્ટ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી વિઝા કે નાણાં પરત ન મળતાં આખરે રાજેશ્રીબેન પંચાલે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એજન્ટ દીપક ઉપાધ્યાય વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી એજન્ટની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પિતા-પુત્રએ કારખાનામાં ઘૂસી લાકડાના ફટકાથી પ્રૌઢનું માથું ફાડી નાખ્યું:વેડરોડ પર વાહનના ઘર્ષણ મામલે ક્રેન ચાલકે વેપારી પિતા-પુત્ર પર હુમલો કર્યો, મારી નાખવાની ધમકી આપી
    Next Article
    પાટણ નગરપાલિકામાં સફાઈના નવા નિયમો બનશે:કચરો ઉપાડવાથી નિકાલ સુધીની જવાબદારી નક્કી થશે, મહિલા કામદારોને હલકી લારીઓ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment