Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા-પુત્રએ કારખાનામાં ઘૂસી લાકડાના ફટકાથી પ્રૌઢનું માથું ફાડી નાખ્યું:વેડરોડ પર વાહનના ઘર્ષણ મામલે ક્રેન ચાલકે વેપારી પિતા-પુત્ર પર હુમલો કર્યો, મારી નાખવાની ધમકી આપી

    23 hours ago

    સુરતના વેડરોડ ખાતે વાહન અડાવવા જેવી બાબતમાં કારખાના અંદર ઘૂસીને વેપારી પિતા-પુત્ર પર લાકડાના ફટકા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટના દરમિયાન થયેલી જૂથ અથડામણ અને મારામારીનો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે. પાર્ક કરેલા માલવાહક ટેમ્પા સાથે પીળા રંગની ક્રેન ઘસાઈ જવાના સામાન્ય મુદ્દે ક્રેનચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને સામો ઝઘડો કરી કારખાનામાં ઘૂસી મારામારી કરી હતી. ઘટના અંગે ભોગ બનનાર યુવકે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ક્રેનચાલક અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી છે. ટેમ્પો અડી જવાની સામાન્ય બાબતમાં તકરાર થઈ સિંગણપોર તરણકુંડ સામે ત્રિવેણી સોસાયટીમાં રહેતા અને વેડરોડ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં ‘જય માતાજી દાગા કટીંગ’ નામથી એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા 22 વર્ષીય શુભમકુમાર ગણેશપ્રસાદ દ્વિવેદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, 7 ઓક્ટોબરની સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ અને તેમના પિતાજી ગણેશપ્રસાદ (ઉં.વ. 47) કારખાને હાજર હતા. તે દરમિયાન તેમના કારખાના બહાર પાર્ક કરેલા પિયાગો કંપનીના થ્રી-વ્હીલ ટેમ્પા (GJ-05-DV-9651) સાથે સામેથી પસાર થતી પીળા રંગની ક્રેન (GJ-03-HE-6793) ઘસાઈ ગઈ હતી. જેથી ટેમ્પાને થયેલા નુકસાન અંગે ક્રેનચાલકને પૂછતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. પિતા-પુત્ર કારખાનામાં ઘૂસી ગયા, લાકડાના ફટકાથી માથું ફોડ્યું ટેમ્પા ચાલક પિતા-પુત્રએ ગાળો બોલવાની ના પાડતાં પંડોળના સહજાનંદ ક્રેનવાળા તરીકે ઓળખાતો ચાલક સીધો કારખાનામાં ધસી આવ્યો હતો. એટલી જ વારમાં તેના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બંને જણાએ ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. શુભમકુમાર પોતાના પિતાને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ ઢોરમાર માર્યો હતો. દરમિયાન ક્રેનચાલકના પિતાએ નજીકમાં પડેલો લાકડાનો મોટો ફટકો ઉઠાવી ગણેશપ્રસાદના માથામાં જોરથી મારી દેતાં માથામાંથી લોહીની ધારાઓ ફૂટી નીકળી હતી. ‘બીજીવાર મળ્યા તો પતાવી દઈશ’ કારખાનામાં લોહીલુહાણ હાલતમાં પડેલા વેપારીને જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે આરોપી ક્રેનચાલકે જતાં જતાં "જો બીજીવાર મળીશ તો જાનથી મારી નાખીશ" તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી અને પિતા-પુત્ર બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ગણેશપ્રસાદને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કતારગામ સ્થિત પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી આ હિંસક હુમલા બાદ શુભમકુમારે પોતાના પરિવારજનો સાથે ચોકબજાર પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીળા રંગની ક્રેનના ચાલક અને તેના પિતા સામે મારામારી, કારખાનામાં ગેરકાયદે પ્રવેશ, લાકડાના ફટકાથી ગંભીર ઈજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે મારામારીના વાઇરલ વીડિયોના આધારે ફરાર ક્રેનચાલક પિતા-પુત્રની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય સેના સિલિગુડી 18 કલાકને બદલે 3 કલાકમાં પહોંચશે:ડોકલામ વિવાદ બાદ સુરક્ષાના 4 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ, 2029માં પૂર્ણ થશે
    Next Article
    કેનેડા વિઝાના નામે નવસારીના ક્રિકેટ કોચ સાથે ₹16.80 લાખની ઠગાઈ:અમદાવાદના એજન્ટે ₹23 લાખમાં 6 માસના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment