Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકામાં સફાઈના નવા નિયમો બનશે:કચરો ઉપાડવાથી નિકાલ સુધીની જવાબદારી નક્કી થશે, મહિલા કામદારોને હલકી લારીઓ મળશે

    22 hours ago

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કામદારોના પ્રતિનિધિઓ વચ્ચે સફાઈ કામગીરીના ધોરણો, સાધનો તેમજ રોજગારીની શરતો સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના મુખ્ય 23 માર્ગોની સફાઈ માટે રૂ. 80 લાખનું ટેન્ડર બહાર પાડવા સહિત મહિલા કર્મચારીઓને 2 મહિનામાં હલકી લારીઓ આપવા અને કામગીરીની પારદર્શિતા વધારવા અંગે નિર્ણય લેવાયા હતા. પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 'સ્વચ્છ અને સુંદર શહેર' સરકારી ગ્રાન્ટ યોજના હેઠળ 70% રકમ સ્વચ્છતા માટે અને 30% રકમ સુંદરતાના કાર્યો માટે ફાળવવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્ષના 265 દિવસ સુધી પ્રતિદિન 49 કામદારો દ્વારા શહેરના મુખ્ય 23 માર્ગોની નિયમિત સફાઈ થાય તે માટે આશરે રૂ. 80 લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ વ્યવસ્થા દ્વારા શહેરના જાહેર માર્ગોની સ્વચ્છતા વધુ સુદ્રઢ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. બેઠક દરમિયાન ચીફ ઓફિસરે સફાઈ કામગીરીની વર્તમાન પદ્ધતિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સફાઈ કામદારો માત્ર રસ્તા પર કચરાના ઢગલા કરીને જતા રહે છે, પરંતુ તે કચરાને યોગ્ય રીતે ઉપાડવાની કે તેનો આખરી નિકાલ કરવાની જવાબદારી લેતા નથી. માત્ર 1 થી 1.5 કલાક ઝાડુ મારીને જતા રહેવું અને પૂરા 8 કલાકનો પગાર મેળવવો તે યોગ્ય નથી. જેથી કચરો એકત્રિત કરવાથી લઈને તેના સંપૂર્ણ નિકાલ સુધીની કામગીરી સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકા દ્વારા નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, કામદારોના પ્રતિનિધિઓએ સફાઈ માટેના સાધનો અને કર્મચારીઓને પડતી વ્યવહારુ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. હાલમાં વપરાતી લારીઓ ખૂબ જ વજનદાર હોવાથી અને તેમાં યોગ્ય સુવિધાઓ ન હોવાને કારણે કચરો ઊંચકીને વાહનમાં ઠાલવતી વખતે મહિલા કામદારોને ભારે મુશ્કેલી પડે છે. આ રજૂઆતને ધ્યાને રાખીને ચીફ ઓફિસરે મહિલા સફાઈ કામદારો માટે વજનમાં હલકી અને સરળ રહે તેવી 4 ડબ્બાવાળી નવી લારીઓ આગામી 2 મહિનાની અંદર તૈયાર કરાવીને ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત, બેઠકમાં નિયત સમય કરતાં વધુ કામ કરતા કર્મચારીઓ માટે ઓવરટાઈમ અને કામના કલાકો અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. ગાંધીબાગ સહિતના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓની હાજરી અને તેમની વાસ્તવિક કામગીરીની ચકાસણી કરવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી વયમર્યાદા વટાવી ગયેલા કે સતત ગેરહાજર રહેતા કર્મચારીઓની સચોટ માહિતી મેળવી શકાશે અને પાલિકા વહીવટમાં વધુ પારદર્શિતા લાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    કેનેડા વિઝાના નામે નવસારીના ક્રિકેટ કોચ સાથે ₹16.80 લાખની ઠગાઈ:અમદાવાદના એજન્ટે ₹23 લાખમાં 6 માસના વર્ક પરમિટ વિઝાની લાલચ આપી ટુકડે-ટુકડે નાણાં પડાવ્યા
    Next Article
    ધ્રુવ રાઠી સહિત CJPના 600 કાર્યકરો કસ્ટડીમાં:પોલીસે રસ્તાઓ પર ખીલાં લગાવ્યાં, જંતર-મંતર જવાની કોશિશમાં પ્રદર્શનકારીઓ, દીપકેએ કહ્યું- મોદીએ હાર સ્વીકારી લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment