Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું:Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડ છેતરપિંડી; બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ

    18 hours ago

    સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા શેરબજારમાં રોકાણના નામે સુરતના એક રોકાણકાર સાથે 1.10 કરોડથી વધુની ઠગાઈ આચરવાના ગુનાનો પર્દાફાશ કરી મહારાષ્ટ્રથી 3 મુખ્ય સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુંબઈના માનખુર્દમાં રહેતો 27 વર્ષીય રાહુલ અલખનાથ રજક, નવી મુંબઈ સીવૂડસનો 37 વર્ષીય આશિષ સુરેશ સોનાર અને નેરૂલમાં રહેતો મૂળ જલગાંવનો 34 વર્ષીય ભૂષણ સુરેશ સેંદાણે સામેલ છે. આ ટોળકી નોકરી અને બેરોજગારીની આડમાં સાયબર માફિયાઓ સાથે મળી દેશભરમાં ઓનલાઇન ઠગાઈનું નેટવર્ક ચલાવતી હતી. Axis.apk નામની બનાવટી એપ દ્વારા રચી જાળ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને શેર માર્કેટમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ ‘Axis.apk’ નામની બોગસ અને નકલી એપ્લિકેશન ફરિયાદીના મોબાઇલમાં ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ આ ફેક એપ્લિકેશનમાં ફરિયાદીના નામે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી જુદા-જુદા બેંક ખાતાઓમાં ટ્રેડિંગ પેટે કુલ 1,10,90,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. એપ્લિકેશનના ડિસ્પ્લે પર મોટો નફો દર્શાવી રોકાણકારને ભ્રમમાં રાખવામાં આવ્યા હતા. માત્ર 5,000 પરત આપી 1.10 કરોડથી વધુ અટકાવ્યા જ્યારે ફરિયાદીએ પોતાના નફા અને મુદ્દલની રકમ વિડ્રો કરવાની માગ કરી, ત્યારે સાયબર ગઠિયાઓએ ચાર્જ અને ટેક્સના નામે વધુ નાણાં જમા કરાવવાનું દબાણ શરૂ કર્યું હતું. ભોગ બનનારને શંકા ન જાય તે માટે માત્ર 5,000 વિડ્રો કરવા દીધા હતા અને બાકીના 1,10,85,000 અટકાવી દઈ છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનારે સુરત સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ઉદ્યમ સર્ટિફિકેટના નામે બેંક ખાતા ખોલી કમિશનનું રેકેટ ચલાવતા પોલીસ તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડીનો મોટો ખુલાસો થયો છે. આરોપી રાહુલ રજકે પોતાની બોગસ ફર્મ બનાવી, ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી IDFC બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટ તેણે 10,000ના કમિશનથી આશિષ સોનારને આપ્યું હતું. આશિષે 30,000નું કમિશન મેળવી તે ખાતું ભૂષણ સેંદાણેને આપ્યું અને ભૂષણે આગળ 20,000નું કમિશન ખિસ્સામાં મૂકી મુખ્ય નાસતા-ફરતા સાયબર ઠગોને ખાતું સોંપ્યું હતું. દેશભરમાં 16.13 કરોડની 29 ફરિયાદોમાં આ જ ખાતું વપરાયું પોલીસે જપ્ત કરેલા કરંટ એકાઉન્ટની હિસ્ટ્રી તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બેંક ખાતામાં 18 ઓક્ટોબર, 2025થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન માત્ર 3 મહિનામાં ₹l2,41,03,506ના વ્યવહારો થયા હતા. વધુમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી 29 જેટલી ફરિયાદોમાં આ જ ખાતું સંડોવાયેલું મળ્યું હતું, જેમાં કુલ 16,13,44,790ની જંગી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
    Click here to Read More
    Previous Article
    ઝાલોદના રામસાગર તળાવમાં ડૂબતાં બે સગી બહેનોના મોત:એકને બચાવવા જતાં બીજી બહેન પણ પાણીમાં ગરકાવ થઈ, પરિવાર પર આભ ફાટ્યું
    Next Article
    ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા કર્મચારી મહામંડળની સરકારને રજૂઆત:‘એન્ટી યુથ પોલિસી’ ગણાવી, પાંચ વર્ષના સમયગાળાને સેવા ગણી પગાર, બઢતી અને નિવૃત્તિ લાભો આપવાની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment