Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાલોદના રામસાગર તળાવમાં ડૂબતાં બે સગી બહેનોના મોત:એકને બચાવવા જતાં બીજી બહેન પણ પાણીમાં ગરકાવ થઈ, પરિવાર પર આભ ફાટ્યું

    18 hours ago

    ઝાલોદ શહેરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રામસાગર તળાવમાં કપડાં ધોવા ગયેલી બે સગી બહેનોનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યાં છે. એક બહેન પાણીમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે બીજી બહેન પણ પાણીમાં કૂદી પડતાં બંને બહેનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર ઝાલોદ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 14 અને 7 વર્ષની બે બહેનો તળાવ પર ગઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ, ઝાલોદના ટીમ્બા વિસ્તારમાં રહેતા ભાવસિંગભાઈ માલની 14 વર્ષીય મોટી પુત્રી રાધિકા અને 7 વર્ષીય નાની પુત્રી નંદની રામસાગર તળાવ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી. દરમિયાન એક બહેનનો પગ લપસી જતાં અથવા ઊંડા પાણીમાં જતાં તે ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે બીજી બહેન પણ પાણીમાં કૂદી પડતાં બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કઢાયા બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. પાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાન મુસ્લિમ સમાજના સ્થાનિક યુવાનો પણ માનવતા દાખવી રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા અને તળાવમાં બંને બહેનોની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ પાલિકાની ટીમ અને સ્થાનિક યુવાઓની મદદથી બંને બહેનોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પિતા હયાત નથી, પાંચ બહેનો અને એક ભાઈના પરિવારમાં માતમ બંને બાળકીના પરિવારની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં પિતા હયાત નથી અને માતા સહિત પાંચ બહેનો અને એક ભાઈ છે. બે વ્હાલસોયી દીકરીઓનાં અચાનક મોતથી માતા અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાસ્થળે પરિવારજનોના આક્રંદથી કરુણ દૃશ્યો સર્જાયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. બે સગી બહેનોનાં એકસાથે થયેલા કરુણ મોતને પગલે સમગ્ર ઝાલોદ શહેરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
    Click here to Read More
    Previous Article
    જયશંકરે કહ્યું- અમેરિકા આતંકવાદ અંગે ભારતની ચિંતા સમજતું નથી:ચીન સાથેની નિકટતા અંગે કહ્યું- પહેલાં અમને સલાહ આપતું હતું, આજે અમારા મોડલ અપનાવી રહ્યું છે
    Next Article
    દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું:Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડ છેતરપિંડી; બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment