Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા કર્મચારી મહામંડળની સરકારને રજૂઆત:‘એન્ટી યુથ પોલિસી’ ગણાવી, પાંચ વર્ષના સમયગાળાને સેવા ગણી પગાર, બઢતી અને નિવૃત્તિ લાભો આપવાની રજૂઆત

    19 hours ago

    ગુજરાતમાં સરકારી નોકરીમાં સીધી ભરતીથી પસંદગી પામતા કર્મચારીઓને શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર સેવા લેવાની નીતિ ફરી વિવાદમાં આવી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી સહિત સરકારના સંબંધિત હોદ્દેદારોને રજૂઆત કરી આ નીતિ રદ કરવાની માગ કરી છે. ‘માત્ર પગાર નહીં, સમગ્ર કારકિર્દી પર અસર’ મહામંડળના જણાવ્યા મુજબ ફિક્સ પગારની નીતિ માત્ર શરૂઆતના પગાર વધારા પૂરતી મર્યાદિત નથી. તેના કારણે કર્મચારીની સમગ્ર સરકારી કારકિર્દી દરમિયાન પગાર વૃદ્ધિ, બઢતી, પ્રવર્તમાન તથા ઉચ્ચત્તર પગારધોરણ, રજા, સામાજિક સુરક્ષા અને નિવૃત્તિ લાભો પર અસર પડે છે. શિક્ષણ અને મોંઘવારી વચ્ચે આ સમયગાળો યુવાનો માટે મુશ્કેલ રજૂઆતમાં જણાવાયું છે કે ઊંચી શૈક્ષણિક લાયકાત અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયા બાદ યુવાનો સરકારી સેવામાં જોડાય છે. પરંતુ શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગાર પર સેવા આપવાની ફરજ પડતાં તેમના આર્થિક જીવન પર અસર થાય છે. પરિવારની જવાબદારીઓ, બાળકોના શિક્ષણ અને મોંઘવારી વચ્ચે આ સમયગાળો યુવાનો માટે મુશ્કેલ બને છે. મહામંડળે નીતિને ‘Anti Youth Policy’ ગણાવી કર્મચારી મહામંડળે સરકારની આ નીતિને ‘Anti Youth Policy’ ગણાવી છે. રજૂઆતમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ગુજરાત જેવા વિકસિત અને મોડેલ રાજ્યમાં યુવાનોને સરકારી નોકરીમાં જોડાયા બાદ પાંચ વર્ષ સુધી ઓછા પગાર પર રાખવાની નીતિ કેટલી યોગ્ય છે? મહામંડળે અન્ય રાજ્યોની ભરતી વ્યવસ્થા અને ગુજરાતની નીતિની સમીક્ષા કરવાની પણ માગ કરી છે. યુવાનોને નોકરીની શરૂઆતથી જ યોગ્ય પગાર અને સરકારી સેવાના તમામ લાભો મળવા જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. ફિક્સ પગારના 5 વર્ષને સેવા લાભોમાં ગણવાની માગ મહામંડળે માગ કરી છે કે ફિક્સ પગાર પર વિતાવેલા પાંચ વર્ષને કર્મચારીની નિયમિત સરકારી સેવા તરીકે ગણવામાં આવે અને તેના આધારે પગાર, બઢતી, ઉચ્ચત્તર પગારધોરણ, રજા, સામાજિક સુરક્ષા તથા નિવૃત્તિ સંબંધિત તમામ લાભો આપવામાં આવે. સાથે જ અગાઉથી ફિક્સ પગાર હેઠળ સેવા આપી રહેલા તથા ફિક્સ પગારની મુદત પૂર્ણ કરી નિયમિત થયેલા કર્મચારીઓના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે. 2006થી નીતિ અમલમાં છે રજૂઆતમાં સામાન્ય વહીવટ વિભાગના 16 ફેબ્રુઆરી, 2006ના ઠરાવ સહિત બાદમાં કરવામાં આવેલા સુધારા/ઠરાવોનો ઉલ્લેખ કરી નીતિની પુનઃસમીક્ષા કરવાની માગ કરાઈ છે. કર્મચારી મહામંડળે સરકાર સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી કર્મચારી પ્રતિનિધિઓની રજૂઆત સાંભળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવા પણ અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દેશભરમાં ₹16.13 કરોડની 29 ફરિયાદમાં આ ખાતું વપરાયું:Axis.apk ફેક એપ દ્વારા ₹1.10 કરોડ છેતરપિંડી; બેંક એકાઉન્ટ કમિશન પર વેચનાર મુંબઈની ત્રિપુટી દબોચાઈ
    Next Article
    ભાદરવી પૂનમના મેળામાં HNGU-NSSની પહેલ:118 સેવા કેમ્પ પ્લાસ્ટિકમુક્ત બન્યા, 800 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો વપરાશ ઘટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment