Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવી પૂનમના મેળામાં HNGU-NSSની પહેલ:118 સેવા કેમ્પ પ્લાસ્ટિકમુક્ત બન્યા, 800 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો વપરાશ ઘટ્યો

    19 hours ago

    ભાદરવી પૂનમના અંબાજી મેળાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSS દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 21 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ અભિયાનમાં 118 સેવા કેમ્પ પ્લાસ્ટિકમુક્ત બન્યા. NSS સ્વયંસેવકોએ 5,000 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્રિત કર્યું. આ અભિયાનમાં મેળાના સંચાલકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ હતી. તેના પરિણામે 118 સેવા કેમ્પો પ્લાસ્ટિકમુક્ત બન્યા. આ કેમ્પોમાં લાખોપદયાત્રીઓએ સેવા લીધી. આનાથી અંદાજે 800 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો વપરાશ ઘટ્યો. આ અભિયાનમાં 100થી વધુ NSS પ્રોગ્રામ ઓફિસરો અને 2,000થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. તેમણે મેળાના માર્ગો અને કેમ્પોની આસપાસથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો. એકત્રિત કરાયેલું 5,000 કિલોથી વધુ પ્લાસ્ટિક બિસ્લેરી કંપનીને રિસાયક્લિંગ માટે સોંપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા કર્મચારી મહામંડળની સરકારને રજૂઆત:‘એન્ટી યુથ પોલિસી’ ગણાવી, પાંચ વર્ષના સમયગાળાને સેવા ગણી પગાર, બઢતી અને નિવૃત્તિ લાભો આપવાની રજૂઆત
    Next Article
    આર્થિક ભીંસ દૂર કરવા શાકભાજીના વેપારીએ શોર્ટકટ માર્ગ અપનાવ્યો:રાજકોટના યુવાને ઇન્સ્ટા રીલ જોઈ ટેલિગ્રામથી ટીપ મેળવી ઘરે જ નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું, રૂ.100-500ની નકલી નોટ સહીત રૂ.65 હજારનો મુદામાલ કબ્જે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment