Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્થિક ભીંસ દૂર કરવા શાકભાજીના વેપારીએ શોર્ટકટ માર્ગ અપનાવ્યો:રાજકોટના યુવાને ઇન્સ્ટા રીલ જોઈ ટેલિગ્રામથી ટીપ મેળવી ઘરે જ નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું, રૂ.100-500ની નકલી નોટ સહીત રૂ.65 હજારનો મુદામાલ કબ્જે કરાયો

    20 hours ago

    રાજકોટ શહેરના માંડાડુંગર વિસ્તારના રહેણાંક મકાનમાં રહી શાકભાજીનો વેપાર કરતા શખ્સે આર્થિક ભીંસ દૂર કરવા શોર્ટકર્ટનો રસ્તો અપનાવી નકલી ચલણી નોટો બનાવવાની શરૂઆત કરી હતી જો કે બનાવ અંગે જાણ પોલીસને થતા રાજકોટ શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂ.100 અને રૂ.500ના ડરની નકલી ચલણી નોટો તેમજ પ્રિન્ટર સહીત 65,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોત હતો આ દરમિયાન તેને નકલી ચલણી નોટ બનાવવા માટે એક રીલ જોવ મળી હતી જે રીલ મારફત એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરી ટેલિગ્રામ મારફત વાતચીત કરી નકલી ચલણી નોટ બનાવતા શીખી આ બાદમાં જરૂરિયાત મુજબ નોટ બનાવી અને તેને વટાવવા શરૂઆત કરી હતી. હાલ પોલીસે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ સંયુક્ત બાતમી મળી હતી કે માડા ડુંગર વિસ્તારમાં શ્યામ કિરણ પાર્ક શેરી નંબર 3માં આવેલ મકાનમાં કિશન સોલંકી પોતાના ઘરની અંદર નકલી ચલણી નોટો છાપવાનું કામ કરે છે જેથી પોલીસે દરોડો પાડી ઝડતી લેતા રૂ.100 અને રૂ.500ના દરની ચલણી નોટો મળી આવી હતી જેમાં રૂ.100ના દરની 216 નોટ તથા રૂ.500ના દરોની 3 નોટ તેમજ સીપીયુ, એક મોનીટર, બે પ્રીન્ટર, લેમિનેટર હિટર મશીન, બટર પેપર તથા રૂ.100ના દરની પ્રીન્ટ વાળા કાગળો સહીત 65,500નો મુદામાલ કબ્જે કરી આરોપી કિશન સોલંકીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસન પ્રાથમિક પુછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે પોતે શાકભાજીની લારી ચલાવે છે અને આર્થિક ભીંસ દૂર કરવા માટે તે શોર્ટકર્ટ રસ્તો અપનાવ્યો હતો. આરોપી કિશન ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો હતો આ દરમિયાન રૂપિયા 500 અને 100ની નોટ છાપવા માટે રીલ દેખાઈ હતી જેથી તે એકાઉન્ટ હોલ્ડરનો સંપર્ક કરી તેની સાથે ટેલિગ્રામ મારફત સંપર્કમાં આવી કેવી રીતે ચલણી નકલી નોટ બનાવી શકાય તેની તાલીમ મેળવી હતી અને બાદમાં તેને પોતાના ઘરે જ રૂપિયા 100 અને 500ના દરની નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી દ્વારા આ ચલણ નોટોનું વેચાણ કરવામાં આવતું ન હતું પરંતુ તેને છેલ્લા 4-5 મહિના દરમિયાન રૂપિયા 100ના દરની અંદાજિત 40 જેટલી નોટ જુદી જુદી જગ્યાએ વટાવી હોવાનુ પણ સામે આવ્યું છે. જયારે આરોપી કિશન દ્વારા નકલી નોટ છાપવા માટે જેમની પાસે તાલીમ મેળવી તે શખ્સ રૂપિયા 10,000ની નકલી ચલણી નોટ સામે રૂપિયા 3000 આપ્યા હોવાનું જણાવતા પોલીસે નકલી નોટ બનાવતા શિખવાડનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે જેમાં આરોપી દ્વારા કેટલા સમયથી આ નકલી ચલણી નોટ છાપતો હતો, અત્યાર સુધીમાં કેટલા કેટલા રૂપિયાના દરની ચલણી નોટ છાપી છે, છાપેલી નકલી ચલણી નોટ કોને કોને આપી છે તેમજ આ કારસ્તાનમાં તરની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતની દિશામાં તપાસ પુછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી કિશન સોલંકી દ્વારા તાજેતરમાં જ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાયેલા મેળામાં નાની નોતી વસ્તુની ખરીદીમાં રૂપિયા 100ના દરની નકલી નોટ વટાવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને મોટા ભાગે રૂપિયા 100ના દરની ચલણી નોટ છાપતો હતો કારણ કે નાની નોટ વટાવવા માટે સરળતા રહેતી હોય છે જેમાં મોટા ભાગે વેપારીઓ નોટ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરતા હોતા નથી. ત્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાદરવી પૂનમના મેળામાં HNGU-NSSની પહેલ:118 સેવા કેમ્પ પ્લાસ્ટિકમુક્ત બન્યા, 800 ક્વિન્ટલ પ્લાસ્ટિકનો વપરાશ ઘટ્યો
    Next Article
    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મહિસાગરના હીરાપુર પાસેની ઘટના; ST બસની ટક્કરે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment