Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મહિસાગરના હીરાપુર પાસેની ઘટના; ST બસની ટક્કરે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો

    20 hours ago

    મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. દાહોદ ડેપોની પીટોલથી પાટણ જતી બસ સાથે બાઈક અથડાતાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હીરાપુર નજીક સર્જાયો ભયાનક અકસ્માત પ્રાથમિક વિગતો અનુસાર દાહોદ ડેપોની પીટોલથી પાટણ રૂટની ST બસ હીરાપુર નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે પૂરઝડપે આવતી બાઈક અને ST બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કૂચા નીકળી ગયો હતો. સારવાર દરમિયાન બીજા યુવકનું મોત અકસ્માતમાં બાઈક પર સવાર 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ નિપટારા સાથે મોત થયું હતું. જ્યારે બીજા ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ પ્રાણ ગુમાવ્યા હતા. સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    આર્થિક ભીંસ દૂર કરવા શાકભાજીના વેપારીએ શોર્ટકટ માર્ગ અપનાવ્યો:રાજકોટના યુવાને ઇન્સ્ટા રીલ જોઈ ટેલિગ્રામથી ટીપ મેળવી ઘરે જ નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું, રૂ.100-500ની નકલી નોટ સહીત રૂ.65 હજારનો મુદામાલ કબ્જે કરાયો
    Next Article
    નવરાત્રિમાં GEN Z વેકેશન આપવાની ભગવા સેનાની માગ:આખી રાત ગરબાની મંજૂરી આપવામાં આવે તો સવારે સ્કૂલ ન જઈ શકાય તે માટે માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment