Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી પાસે દમણગંગા નદી પર ₹159.50 કરોડનો બેરેજ બનશે:549 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે; નામધા ગામ પાસે 5.49 MCM ક્ષમતાનો બેરેજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે

    1 day ago

    વલસાડના વાપી તાલુકામાં દમણગંગા નદી પર ₹159.50 કરોડના ખર્ચે દમણગંગા બેરેજ યોજના સાકાર કરવામાં આવશે. નામધા ગામ નજીક બનનારા આ બેરેજની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ યોજનાથી 549 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે. સાથે જ વાપી શહેરના પીવાના પાણીની જરૂરિયાત, આસપાસના ઉદ્યોગો માટે પાણીની ઉપલબ્ધતા અને ભૂગર્ભજળના સ્તરમાં સુધારો થવાની અપેક્ષા છે. રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આ યોજનાને આગળ વધારવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ અને જળસંચયની સુવિધા વધારવાનો હેતુ છે. 5.49 MCM પાણીનો સંગ્રહ થશે વાપી તાલુકાના નામધા ગામ નજીક દમણ ગંગા નદી પર આ બેરેજ બનાવવામાં આવશે. આ સ્થળ હાલના વાપી વિયરથી આશરે 3 કિલોમીટર નીચેના પ્રવાહ વિસ્તારમાં છે. બેરેજની કુલ જળસંગ્રહ ક્ષમતા 5.49 મિલિયન ઘન મીટર (MCM) રહેશે. પાણીનો સંગ્રહ થવાથી સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની ઉપલબ્ધતા વધારવામાં અને ભૂગર્ભજળ રિચાર્જ કરવામાં મદદ મળશે. 6 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ દમણ ગંગા બેરેજ યોજનાનો સીધો લાભ ખેતીક્ષેત્રને મળશે. નામધા, ચંદોર, મોહન, એકલહારે, નહુલી અને જાંબુરી એમ છ ગામની આશરે 549 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. સંગ્રહિત પાણી લિફ્ટ સિંચાઈ અને પ્રેશરાઇઝ્ડ સિંચાઈ વ્યવસ્થા મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. હાલમાં સિંચાઈની સુવિધાથી વંચિત ખેતીલાયક જમીનના મોટા હિસ્સાને પણ આ યોજનાથી લાભ મળી શકશે. ખેતરો સુધી પાણી પહોંચવાથી ખેડૂતોને વર્ષમાં બે કે તેથી વધુ પાક લેવાની તક મળશે. પરિણામે ખેતીનું ઉત્પાદન વધવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થવાની અપેક્ષા છે. વાપી શહેર અને ઉદ્યોગોની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે વાપી ઔદ્યોગિક શહેર તરીકે વિકસી રહ્યું છે. શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ભવિષ્યમાં વસ્તી અને પાણીની જરૂરિયાત વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં દમણગંગા બેરેજ પાણીના વધારાના સંગ્રહ માટે ઉપયોગી બનશે. વાપી શહેર ઉપરાંત આસપાસના ઔદ્યોગિક એકમોને પણ પાણીની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળશે. વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2024-25માં વાપી વિયર મારફતે GIDC વાપીને ઔદ્યોગિક ઉપયોગ માટે 19 MCM, પાણી પુરવઠા માટે 7.30 MCM અને વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનને 6 MCM પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. આ પાણીના પુરવઠા દ્વારા કુલ રૂ.69.15 કરોડની આવક થઈ હતી. સૂચિત બેરેજથી વધારાની સંગ્રહ ક્ષમતા ઊભી થતાં બિનખેતી હેતુઓ માટે પાણીના ઉપયોગની તકો વધશે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવકમાં પણ વધારો થઈ શકશે. ભૂગર્ભજળ રિચાર્જ થશે, ખારાશ અટકાવવામાં મદદ મળશે બેરેજના કારણે ઉપરવાસમાં આશરે 3.5 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થશે. તેનાથી વાપી શહેરમાં આવેલા હાલના ટ્યુબવેલ્સને ભૂગર્ભજળ રિચાર્જનો લાભ મળી શકશે. ભૂગર્ભજળની ઉપલબ્ધતા અને ગુણવત્તામાં સુધારો થવાની સાથે ઘરેલુ વપરાશ માટે પાણીની સુવિધા વધારવામાં પણ મદદ મળશે. દમણગંગા નદીના પટમાં દરિયાની ભરતીનું ખારું પાણી પ્રવેશે નહીં તે માટે પણ બેરેજની રચના કરવામાં આવી છે. આથી ખારાશ નિયંત્રણમાં મદદ મળશે અને જળાશયની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના રિચાર્જને વેગ મળી શકશે. વાપીમાં રિવરફ્રન્ટ અને બોટિંગ જેવી સુવિધાઓની શક્યતા આ યોજના માત્ર સિંચાઈ અને પાણી પુરવઠા પૂરતી મર્યાદિત નથી. આશરે 2.3 લાખની વસ્તી ધરાવતા વાપી શહેર માટે પીવાના પાણીની સુવિધામાં સુધારો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત પાર્ક, બોટિંગ વિસ્તાર, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને નદી પર નવા માર્ગ કોરિડોરના વિકાસ જેવી શહેરી સુવિધાઓ ઊભી કરવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. તેનાથી શહેરની આંતરિક અવરજવરને સુધારવામાં મદદ મળી શકે છે. આમ, દમણગંગા બેરેજ યોજના દ્વારા વલસાડ જિલ્લાના છ ગામોના ખેડૂતોને સિંચાઈ, વાપી શહેરને પાણી પુરવઠો અને આસપાસના ઉદ્યોગોને પાણીની ઉપલબ્ધતા વધારવાના હેતુ સાથે દક્ષિણ ગુજરાતના જળસંચય અને આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધારી-બગસરા હાઈવે પર ડાંગાવદર નજીક તેલ ભરેલું ટેન્કર પલટ્યું:તેલ લેવા વાસણો લઈને ગ્રામજનોની પડાપડી, પોલીસે સ્થળ પર પહોંચી લોકોને દૂર કર્યા
    Next Article
    ગ્રીન મેન સી.એલ.ભીકડીયાનું બોટાદ મુક્તિધામ ખાતે સન્માન:બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્રના નીતાબહેન અને વર્ષાબહેનની ખાસ હાજરીમાં કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment