Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રીન મેન સી.એલ.ભીકડીયાનું બોટાદ મુક્તિધામ ખાતે સન્માન:બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્રના નીતાબહેન અને વર્ષાબહેનની ખાસ હાજરીમાં કરાયું

    1 day ago

    બોટાદના પ્રકૃતિ ઉપાસક અને 'ગ્રીન મેન' તરીકે જાણીતા સી.એલ. ભીકડીયાનું બોટાદ મુક્તિધામ ખાતે સન્માન કરાયું. આ સન્માન સહકારી અગ્રણી કનુભાઈ ખાચર દ્વારા 11 ઓક્ટોબર 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્રના નીતાબહેન અને વર્ષાબહેન ખાસ હાજર રહ્યા હતા. ભીકડીયાએ બોટાદ મુક્તિધામના નવ નિર્માણ, ધન્વંતરી ઔષધીય ઉપવન અને રાશિ વનની રચના કરી છે. તેમણે વૃક્ષારોપણ, જળ સંચય અને પર્યાવરણ સંરક્ષણ અભિયાનમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમને અગાઉ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન તરફથી 'ગ્રીન મેન' એવોર્ડ અને ગુજરાત પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા 'પ્રકૃતિ મિત્ર એવોર્ડ-2025' મળ્યો છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા તેમને 'જીલ્લા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ – 2023' ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વાપી પાસે દમણગંગા નદી પર ₹159.50 કરોડનો બેરેજ બનશે:549 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે; નામધા ગામ પાસે 5.49 MCM ક્ષમતાનો બેરેજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે
    Next Article
    આમિર ખાનની ભાણેજ સાથે પોલીસની બર્બરતા:વીડિયો શેર કરીને ઈજાના અનેક નિશાન બતાવ્યા, CJP પ્રોટેસ્ટમાં કઝિન ઇમરાન ખાન સાથે ડિટેન કરાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment