Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારી-બગસરા હાઈવે પર ડાંગાવદર નજીક તેલ ભરેલું ટેન્કર પલટ્યું:તેલ લેવા વાસણો લઈને ગ્રામજનોની પડાપડી, પોલીસે સ્થળ પર પહોંચી લોકોને દૂર કર્યા

    1 day ago

    અમરેલી જિલ્લામાં ધારી-બગસરા હાઈવે પર ડાંગાવદર ગામ નજીક મોડી રાત્રે તેલ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. રાજકોટથી રાજુલા-પીપાવાવ તરફ જઈ રહેલું ટેન્કર કોઈ કારણોસર ચાલકે કાબૂ ગુમાવતાં પલટી ગયું હતું. અકસ્માતને પગલે ટેન્કરમાં ભરેલું તેલ રસ્તા પર ચારે તરફ વહેવા લાગ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને ટેન્કરચાલકનો આબાદ બચાવ થયો હતો. વાસણો લઈને પહોંચ્યા ગ્રામજનો, તેલ લેવા પડાપડી ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલ વહેવા લાગ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અલગ-અલગ વાસણો લઈને તેલ એકત્રિત કરવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારની મહિલાઓ સહિત અનેક લોકો તેલ લેવા માટે એકઠા થતાં સ્થળ પર પડાપડી જેવો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ રસ્તા પર ફેલાયેલા તેલ વચ્ચે લોકોની ભીડ એકત્રિત થતાં પરિસ્થિતિને નિયંત્રિત કરવાની જરૂર ઊભી થઈ હતી. ધારી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, લોકોને દૂર કર્યા ઘટનાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને ઘટનાસ્થળેથી દૂર કરવાની અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ટેન્કર કયા કારણોસર પલટી ગયું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. અગાઉ પણ બગસરા નજીક ટેન્કર પલટી જવાની ઘટના બની હતી અમરેલી જિલ્લામાં થોડા સમય પહેલાં બગસરા નજીક પણ તેલ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના બની હતી. તે સમયે પણ રસ્તા પર વહેતા તેલને એકત્રિત કરવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. જિલ્લામાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતાં હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા અને અકસ્માતનાં કારણો અંગે ચર્ચા જાગી છે. હાલ ધારી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નારોલની મીલમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું:ફેક્ટરીમાંથી 119 બોરી ખેતીલાયક નીમ કોટેડ યુરિયા ખાતર જપ્ત, બે સામે ફરિયાદ
    Next Article
    વાપી પાસે દમણગંગા નદી પર ₹159.50 કરોડનો બેરેજ બનશે:549 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે; નામધા ગામ પાસે 5.49 MCM ક્ષમતાનો બેરેજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment