Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલની મીલમાંથી સબસીડીવાળા યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું:ફેક્ટરીમાંથી 119 બોરી ખેતીલાયક નીમ કોટેડ યુરિયા ખાતર જપ્ત, બે સામે ફરિયાદ

    1 day ago

    અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતો માટે અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરના ગેરકાયદેસર વપરાશ અને કાળાબજારીનું કૌભાંડ ઝડપાયું છે. નારોલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કંપનીના ગોડાઉનમાંથી ખાતરની 119 ભરેલી બોરીઓ અને 16 ખાલી થેલીઓ જપ્ત કરી છે. આ મામલે ખેતી અધિકારીએ કંપનીના માલિક ઐયુબ સુરતી અને મેનેજર જુબેર પાલીવાલા સામે ફરિયાદ નોંધાવી છે. ગોડાઉનમાંથી સબસીડીવાળું યુરિયા ખાતર મળી આવ્યું નારોલ પોલીસ ટીમે પીપળજ-પીરાણા રોડ પર સ્થિત કાજલ ટેક્ષટાઇલ્સ મીલ પ્રા. લી. ખાતે તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાં તપાસ દરમિયાન 'પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના' હેઠળ માત્ર ખેતીવાડી માટે અનામત રખાતું સબસીડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું હતું. સરકારી ખાતરનો સ્ટોક રાખવા અંગે કોઈ આધાર-પુરાવા ન હોવાથી ગોડાઉન મેનેજર જુબેર પાલીવાલાની કડક પૂછપરછ કરાઈ હતી. ફેક્ટરી માલિકે મંગાવ્યો હતો જથ્થો, લેબ રિપોર્ટમાં પણ પુષ્ટિ પૂછપરછમાં મેનેજર જુબેરે કબૂલાત કરી કે, આ જથ્થો કંપનીના માલિક ઐયુબ ઇકબાલભાઈ સુરતીએ મંગાવ્યો હતો. સરકારી સબસીડીવાળા ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવો ગેરકાયદેસર હોવા છતાં આ ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા 4 સેમ્પલના રિપોર્ટમાં પણ પકડાયેલો જથ્થો ખેત વપરાશનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરવા બદલ ખેતી અધિકારીએ બંને આરોપીઓ સામે ગુનો નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માધાપરની 144 વર્ષ જૂની પ્રાચીન ગરબીનો આજે પણ દબદબો:260 બાળાઓ અને 20 જેટલા રાસ આકર્ષણનું કેન્દ્ર, દેશી વાજિંત્રોના તાલે રજૂ કરે છે માતાજીના રાસ
    Next Article
    ધારી-બગસરા હાઈવે પર ડાંગાવદર નજીક તેલ ભરેલું ટેન્કર પલટ્યું:તેલ લેવા વાસણો લઈને ગ્રામજનોની પડાપડી, પોલીસે સ્થળ પર પહોંચી લોકોને દૂર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment