Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલમાં મચી ગયો હડકંપ:શાપરમાં સર્પદંશથી શ્રમિકનું મોત ટોળું સર્પને મારીને હોસ્પિટલે લાવ્યું

    9 hours ago

    શાપર વિસ્તારમાં સર્પદંશની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનું મોત નીપજ્યું છે. મૂળ બિહારના વતની અને હાલ શાપરના પાંચપીપળા કોમ્પ્લેક્સમાં રહેતા શ્રીકુમાર ચોરસિયા (ઉ.વ.45) નામના શ્રમિકને રાત્રિ દરમિયાન સર્પે દંશ માર્યો હતો. બેભાન હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના મુજબ શ્રીકુમાર ચોરસિયા શ્રદ્ધા પોલિમર્સ નામના કારખાનાના ગોડાઉનમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે બેઠકના ભાગે સર્પે દંશ માર્યો હતો. દંશ લાગતા જ તેઓ જાગી બહાર નીકળ્યા હતા અને સાથી શ્રમિકોને જાણ કરી હતી. ત્યારબાદ અન્ય શ્રમિકો ઓરડીમાં જઈ સાપને મારી નાખ્યો હતો. આ તરફ બેભાન હાલતમાં યુવકને તરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સાથે જ ક્યો સાપ કરડ્યો તે બતાવવા માટે શ્રમિકો મરેલા સાપને કોથળામાં ભરી સાથે લાવ્યો હતો. ઇમર્જન્સી વોર્ડમાં કોથળામાંથી સાપ બહાર કાઢતા જ ત્યાં હાજર તબીબો અને નર્સિંગ સ્ટાફમાં અચાનક ગભરાટ ફેલાઈ ગયો હતો અને થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. જોકે બાદમાં સાપ મરેલો હોવાનું જણાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મનપા મૂંઝવણમાં:સિટી બસનું ચેકિંગ કોર્પોરેશનને ભારે પડ્યું, કંડક્ટરની અછતનો ભય
    Next Article
    ચોંકાવનારી વિગત સપાટી પર આવી:119 સગીરના લગ્ન થઇ ગયા, મનપાના લગ્ન નોંધણી શાખામાં સાત મહિના બાદ ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment