Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા મૂંઝવણમાં:સિટી બસનું ચેકિંગ કોર્પોરેશનને ભારે પડ્યું, કંડક્ટરની અછતનો ભય

    10 hours ago

    મનપા સંચાલિત સિટી બસ સેવામાં ફેર કલેક્શન કંડક્ટર માટે એજન્સીને કામ આપવામાં આવે છે જેની ટેન્ડર પ્રકિયા છ-છ વખત કરવા છતાં એક પણ એજન્સીએ રસ ન લેતા કંડક્ટરની અછત ઊભી થવાનો ભય ઊભો થયો છે અને હાલ જૂની એજન્સી પાસે કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું અધિકારી આનંદ રાજે જણાવ્યું હતું. મનપાની સિટી બસ સેવામાં હાલ 300 કંડક્ટર એજન્સી થ્રૂ ફરજ બજાવે છે, પરંતુ કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થાય તે પહેલાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રથમ ટેન્ડર સિંગલ આવતા નિયમ મુજબ વારંવાર છ વખત ટેન્ડર કરાયા છતાં 13 કરોડના કામ માટે કોઈ એજન્સીએ રસ લીધો નથી. આ મુદે તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, કંડક્ટર પેસેન્જરોને ટિકિટ ન આપી કટકી કરતા અનેક વખત પકડાઇ જતા એજન્સી તેને છૂટા કરે છે જેની સામે નવા કંડક્ટરની નિમણૂક કરવી પડે છે. તેવી જ રીતે અનેક કંડક્ટરને નબળી કામગીરી બદલ પણ છૂટા કરવામાં આવે છે. પરિણામે એજન્સીએ કાયમી ભરતી કરવી પડતી હોવાથી અને સારા માણસો મળતા ન હોવાથી આ પ્રકારની મુશ્કેલીઓથી કંટાળી અનેક એજન્સીએ ટેન્ડર ભર્યું નથી. સિટી બસમાં પેસેન્જરની સલામતી અને અમુક કંડક્ટરને કટકી કરતા રોકવા માટે મનપાની સ્ક્વોડ અવારનવાર ચેકિંગ કરી ટિકિટમાં ગોલમાલ કરતા કંડક્ટર વિરુદ્ધ પગલાં ભરે છે. જેના લીધે એજન્સીએ આવા કંડક્ટરને ફરજિયાત છૂટા કરવા પડે છે અને તેની જગ્યાએ નવા કંડક્ટરને મૂકવા પડે છે. હાલ એજન્સીના 300 કંડક્ટર ફરજ બજાવે છે ઉપરાંત એક્સ્ટ્રા 25 કંડક્ટર રાખવામાં આવે છે. મનપાનાના મોટા ભાગના ટેન્ડર હવે સરકારી સાઇટ જે.એમ.એન. મારફતે થઈ રહ્યા છે જેના લીધે પારદર્શક વહીવટ અને રિંગ થઈ શકતી નથી. પરિણામે અનેક એજન્સીઓ ઓનથી કામ નહીં મળવાની શક્યતાને લઈને ટેન્ડરથી દૂર રહે છે, છતાં તંત્રએ હાલમાં છેલ્લું ટેન્ડર કર્યું છે જેમાં એજન્સી આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાંઢિયા પુલનું કામ અંતિમ પૂર્ણ થવાને આરે:સાંઢિયા પુલનું 95 ટકા કામ પૂર્ણ, ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે
    Next Article
    હોસ્પિટલમાં મચી ગયો હડકંપ:શાપરમાં સર્પદંશથી શ્રમિકનું મોત ટોળું સર્પને મારીને હોસ્પિટલે લાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment