Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં 95ના મોત: પદ્મનાભ મંદિરમાં કરાઈ શાંતિ પ્રાર્થના:જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા લોકો હેમખેમ બહાર આવે તેવી પ્રાર્થના કરાઈ

    9 hours ago

    નેપાળમાં હિમાલયના ઉપરી હિસ્સામાંથી આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 95થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ પૂરના કારણે 133થી વધુ ભારતીય યાત્રાળુઓ પણ પ્રભાવિત થયા છે, જેઓ કૈલાસ માનસરોવર યાત્રાએ નીકળ્યા હતા. તેમની વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. આ ભયાવહ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અને જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા લોકો હેમખેમ બહાર આવે તેવી પ્રાર્થના સાથે ગુરુવારે સાંજે 6:45 કલાકે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા શાંતિ પ્રાર્થના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસરમાં યોજાયો હતો. આ શાંતિ પ્રાર્થનામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપરાંત અન્ય સમાજના સભ્યો તેમજ શહેરની વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી અને મૃતકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બ્રિટન પર પરમાણુ હુમલો થશે?:CIA ચીફ મારતે ઘોડે રશિયા પહોંચ્યા, પુતિનના કિલર પ્લાનથી આખું યુરોપ ફફડ્યું, લોકોને ઇમર્જન્સી માટે તૈયાર રહેવા ચેતવ્યા
    Next Article
    ભરૂચમાં 4 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો:બી-ડિવિઝન પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો, મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment