Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા મહિલા મંડળે અર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો:શ્રી જનોડ એકડા વલ્લભ મહિલા મંડળના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

    4 days ago

    ગોધરાના શ્રી જનોડ એકડા વલ્લભ મહિલા મંડળે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'અર્ધ શતાબ્દી મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરી હતી. આ મહોત્સવ ગોધરા સ્થિત દશા શ્રીમાળી વાડી ખાતે યોજાયો હતો, જેમાં સમાજના તમામ વર્ગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર મહોત્સવનું સંચાલન વલ્લભ મહિલા મંડળના પ્રમુખ દક્ષાબેન શાહ, ઉપપ્રમુખ ગીતાબેન શાહ અને મંત્રી કલ્પનાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સુઆયોજિત પ્રયાસોથી આ ઉત્સવ યાદગાર બન્યો હતો. અર્ધ શતાબ્દી મહોત્સવમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ સભ્યોને આવરી લેતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મંચ પર રજૂ થયેલી કૃતિઓએ ઉપસ્થિત શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે મંડળના ભૂતપૂર્વ પ્રમુખોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજશ્રેષ્ઠીઓએ પુષ્ટિ સંપ્રદાયના મૂલ્યો અને તેના મહત્વ વિશે સમજ આપી હતી. નવી પેઢીમાં કળા-કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે નાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને બહેનો માટે રંગોળી સ્પર્ધા જેવા સર્જનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ 50 વર્ષની સુવર્ણ સફરની ઉજવણી સમગ્ર ગોધરા દશા શ્રીમાળી સમાજ અને વલ્લભ મહિલા મંડળ માટે એક ગૌરવપૂર્ણ અને સુખદ સંભારણું બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં પ્રિ-મોન્સૂન કામગીરી 95% પૂર્ણ:મનપા એક્શન મોડમાં, ભયજનક મકાનો-વોટર લોગિંગ પર નજર
    Next Article
    અસારવા-જયપુર એક્સપ્રેસ ટ્રેન હવે ખાતીપુરા સુધી લંબાવાઈ:રેલવેએ નવું ટાઈમટેબલ જાહેર કર્યું, 19 જૂનથી અમલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment