Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરશડી ગામમાં વ્યસનમુક્તિ માટે જાગૃતિ રેલી નીકળી:1000થી વધુ લોકો જોડાયા, નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબની ઉપસ્થિતિ

    21 hours ago

    દરશડી ગામમાં વ્યસનમુક્ત સમાજ બનાવવા માટે જાગૃતિ રેલી યોજાઈ. કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય નરેશમુનિ ‘આનંદ’ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય ઓજસમુનિ ‘મંગલ’ મહારાજ સાહેબની હાજરીમાં આ રેલીનું આયોજન થયું. આ રેલીમાં દરશડી પ્રાથમિક, માધ્યમિક શાળા અને મમાયમોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સહિત 1000થી વધુ લોકો જોડાયા. બધાએ હાથમાં વ્યસનમુક્તિના બેનરો અને સંદેશા સાથે સૂત્રોચ્ચાર કર્યા. રેલી ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ. વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી દિનેશભાઈ શાહ પણ હાજર રહ્યા. આયોજકોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવામાં મદદરૂપ થશે. રેલી પછી બાલમંદિરથી ધોરણ 12 સુધીના બાળકો માટે ખાસ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ દાતા દેવકાબેન રામજી કકા, અમૃતબેન દામજી રામજી કકા અને વનિતાબેન લેક્ષ નાગડાના સહયોગથી થયો.
    Click here to Read More
    Previous Article
    નિરમા યુનિવર્સિટી પાસે NSUIનો વિરોધ, પોલીસ બંદોબસ્ત ખડકાયો:એચ.કે પટેલના હમશકલને લાફો મારતા મારતા લઈ આવ્યા, પ્રોફેસરનો વધુ એક વીડિયો વાઈરલ- 'બાપ હૈ, બાપ હી રહેંગે'
    Next Article
    As US Warns Of AI Risks, China Calls It 'Fear Marketing'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment